બલેશ્વર ગામની ઘટના:તલાટી અને સરપંચે જુઠા સહી સિક્કા કરતા ટીડીઓની ફરિયાદ

પલસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પલસાણા તાલુકાના બલેશ્વર ગામની ઘટના
  • વિકાસના કામોનુ વેલ્યુએશન સર્ટીફીકેટ પર ખોટા સહી સિક્કા

પલસાણા તાલુકાના બલેશ્વર ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ તેમજ તલાટી કમ મંત્રીએ મળી વેલ્યુએશનસીમાં ગેરરીતી કરી હોવાના આક્ષેપ સાથે પલસાણા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ પલસાણા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા બલેશ્વર ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયુ હતુ.

પલસાણા તાલુકાના બલેશ્વર ગ્રામ પંચાયતના ગત ટર્મના તત્કાલીન સરપંચ સહેનાજબાનુ યુસુફ માંકડા તથા તલાટી કમ મંત્રી અલ્પેશભાઇ દેસાઇ(હાલ નોકરી ઉમ૨પાડા) જેઓએ ભેગા મળી બલેશ્વર ઇશરોલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનુ વેલ્યુએશન સર્ટીફીકેટો ઉપર તલાટી કમ મંત્રી, બલેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ, અધીક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત પલસાણા, નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પેટા વિભાગ તાલુકા પંચાયત પલસાણા તથા જેતે સમયના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધીકારીના સહી સિક્કા કરેલ વેલ્યુએશન સર્ટી આપવામાં આવતુ હોય છે.

ત્યારે બલેશ્વર ગ્રામ પંચાયતે જે વેલ્યુએશન સર્ટીફીકેટ બનાવ્યા હતા. જેમાં અધીકારીઓની સહી સ્કેન કરીને અથવા બીજા કોઇ માધ્યમથી સર્ટીફીકેટમાં કરી હોવાનુ તપાસમાં આવતા આ અંગે પલસાણા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધીકારી સુરેશભાઇ પટેલે આ અંગે બલેશ્વ૨ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ શહેનાજ બેનુ યુસુફ માંકડા તથા તત્કાલીન તલાટી કમ મંત્રી અલ્પેશભાઇ દેસાઇની વિરૂધ્ધમાં પલસાણા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા બલેશ્વર ગામનુ રાજકારણ ગરમાયુ હતું.

આરટીઆઇમાં વિગતો બહાર આવી
બલેશ્વર ગામના માજી સરપંચ બિલાલ શેખ દ્વારા આર ટી.આઈ. કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું જુના વેલ્યુએશન સર્ટી પર વાઈટનર લગાવી ઝેરોક્ષ કાઢી નવું લખાણ કરી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની શકા વ્યક્ત કરવામાં આવી હતી. તલાટી અલ્પેશ દેસાઈને તત્કાલિક અસરથી ઉમરપાડા બદલી કરી હોવાનું જણાઈ આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...