તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:LP સવાણીમાં RTE છાત્રોનું શિક્ષણ બંધ કર્યાની ફરિયાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓએ ડીઇઓને આવેદનપત્ર આપ્યું

પાલની એલ પી સવાણી સ્કૂલ દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાયાની ફરિયાદ સાથે વાલીઓએ મંગળવારે ડીઇઓને આવેદનપત્ર આપી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

એલ પી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો ઓનલાઇન શિક્ષણમાં પણ ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ સાથે વાલીઓ જણાવ્યું હતું કે એલપી સવાણી સ્કૂલમાં 15 જેટલા બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરીને તેમને ફોન પર પીડીએફ મોકલાય છે.

આ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં આપવામાં આવતા તેમનું શિક્ષણ બગડી રહ્યું છે. જ્યારે ફી ચુકવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા પણ આરટીઇ હેઠળના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન કરાઇ રહ્યાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો.

પુરતું શિક્ષણ મળી રહે તેનું ધ્યાન રખાય છે
શાળાના સંચાલક ધર્મેશ સવાણીએ જણાવ્યું હતું કે, સોફ્ટવેર સિસ્ટમથી શિક્ષણ આપાય છે. સરકારના નિયમો મુજબ વિદ્યાર્થીઓને પીડીએફ, તેમજ ઓનલાઇન વિડીયોનીં લિંક, વિડીયો, મોકલવામાં આવે છે. વિદ્યાર્થીઓને પુરતુ શિક્ષણ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...