તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પે એન્ડ પાર્કમાં ગેરકાયદે ઉઘરાણી કરતા 3 ઇજારદારોને પુન: ઇજારો અપાતા ફરિયાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકાના શાસકોએ વગર ટેન્ડરે પે એન્ડ પાર્કનાે ઇજારો માનીતા ઇજારદારોને ફાળવ્યાની ઘટના બાદ પે એન્ડ પાર્કિંગમાં ચાલતી ગેરરીતિ સામે આવી છે.

3 પે એન્ડ પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગના નામે ઉઘરાણી કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડનાર ઇજારદારો સામે કાર્યવાહી કરવાના બદલે પાલિકાએ નવેસરથી તેમને જ કોન્ટ્રાક્ટ ફાળવ્યાનો આરોપ વિપક્ષની નગરસેવિકા નિરાલી પટેલે કરી ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરતી રજૂઆત મ્યુ.કમિશનરને કરી છે.

જેમાંં જણાવ્યું કે, મીનીબજારના મલ્ટીલેવલ પાર્કિંગમાં ઇજારદાર પ્રતિક વાઘાણી, મસ્કતિ હોસ્પિટલ પાસેના મલ્ટીલેવલ પાર્કિંગમાં ઇજારદાર ભાવેશ જસાણી અને રીંગરોડ બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઇજારદાર જે.વી.ડિસેન્ટને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...