ક્રાઇમ:ઉગતમાં ગર્ભવતી પર પતિ અને બે જેઠે બળાત્કાર કર્યાની ફરિયાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારના શિવાનના વતની મુન્નાકુમાર વર્માપ્રસાદ યાદવ ઉગતગામમાં પત્ની માયાદેવી (નામ બદલ્યું છે) અને સાત વર્ષની દિકરી સાથે રહે છે. એક માસ પહેલા મુન્નાનો પત્ની માયાદેવી સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મુન્ના પત્ની અને દિકરીને મૂકી ઘરેણા લઇ વતન જતો રહ્યો હતો. દરમિયાનમાં 31 વર્ષની માયાદેવીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે, તા.5-7-18ના રોજ પોતે ગર્ભવતી હતી અને આઠ માસનો ગર્ભ હતો ત્યારે જેઠ અજયકુમાર અને વિજયકુમાર આવ્યા હતા અને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પતિ મુન્નાએ પણ આ બંને ભાઇઓને મદદ કરી પરિણિતાનું મોઢું દબાવી રાખ્યું હતું. આ ઉપરાંત અજયકુમાર અને વિજયકુમારે તેમની સાત વર્ષની દિકરીની પણ છેડતી કરી હતી. બનાવ અંગે રાંદેર પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...