તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કાર ચાલક પાસે તોડ કરનાર પો.કો સામે ખંડણીની ફરિયાદ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાડીઓ ભરીને જઇ રહેલી ઇકો કારને અટકાવી ‘ગાડીનો ઉપયોગ માલ ભરવા માટે કેમ કરો છે’ કહીને રૂ.5020નો તોડ કરાર પો.કો. પ્રકાશ પાટીલ વિરૂદ્ધ પુણા પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. કાપોદ્રા શ્રીજીનગર સોસાયટી વિભાગ-2માં રહેતા હિરેન રમેશભાઇ ઠુમર માણકી હેન્ડવર્ક ના નામે સાડીઓ પર સ્ટોન અને લેશ પટ્ટી ચોંટાડવાનું ભાગીદારીમાં કામ કરે છે. તે જોબવર્ક માટે સાડીઓનો જથ્થો લાવવા લઇ જવા માટે ઇકો કારનો ઉપયોગ કરે છે.

તા.28મીના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં હિરેન તેના ભાગીદાર સાથે વરાછા ભીડભંજન સોસાયટીમાં આવેલા ગોડાઉનમાંથી ઇકો કારમાં સાડી ભરીને મીઠી ખાડીમાં ફોલ્ડિંગ માટે જવા નીકળ્યા હતા. તેઓ પરવત પાટિયા કબૂતર સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક રિક્ષામાં પો.કો. પ્રકાશ આર.પાટીલ બં.ન.2713 આવ્યા હતા. અને તેમની કારને અટકાવી ‘ગાડીનો ઉપયોગ માલ ભરવા માટે કેમ કરો છો, તમારે મોટો દંડ ભરવો પડશે’ એમ કહીને કારમાં બેસી ગયો હતો.

બાદમાં કારને કબૂતર સર્કલ પાસે સમ્રાટ સ્કૂલ પાસે લઇ જઇ તમે પૈસા નહીં આપો તો કારને માલ સાથે જપ્ત કરી લેવાની ધમકી આપી રૂ.5020 પડાવી લીધા હતા. ત્યાર બાદ રિક્ષામાં જતો રહ્યો હતો. બનાવ અંગે પુણા પોલીસે પો.કો. પ્રકાશ વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો