તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોડીરાતે મગદલ્લા રોડ પર પોલીસે માર મારતા ફરિયાદ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે યુવકોનો પીછો કરી જવાનોની દંડાવાળી
  • મારનારા હોમગાર્ડ કે પોલીસ તેની તપાસ ચાલુ

સચીન કામ અર્થે બાઇક પર મિત્ર સાથે આવતા બે યુવકો રસ્તામાં પોલીસને જોઈને ભાગવા ગયા હતા. ઉધના મગદલ્લા રોડ પર હોમગાર્ડના બે જવાનોએ બન્ને યુવકોને પકડી પાડી દંડાથી માર માર્યો હતો. જેમાં શેખ મોહંમદ આમીર મોહંમદ રફીકને માથામાં દંડો મારી દેતા લોહી નીકળતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે તેના મિત્ર ખલીફ ચીનીવાલાને ડાબા હાથે ફેક્રચર થયું છે.

આ ઘટનામાં ખટોદરા પોલીસે યુવક શેખ મોહમદ આમીરની ફરિયાદ લઈ ખાખીવર્દીમાં આવેલા બે જવાનો સામે ગુનો નોંધ્યો છે. જો કે આ જવાનો પોલીસકર્મી હતા કે હોમગાર્ડ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જે જગ્યા પર ઘટના બની છે તે પોઇન્ટ પર હોમગાર્ડ તૈનાત હોય છે. ફરિયાદમાં મોહમદ આમીરે જણાવ્યું કે, તેઓ 7મી તારીખે રાત્રે 11 વાગ્યે અણુવ્રત દ્વાર તરફથી સોમે‌શ્વરા ચાર રસ્તા તરફ આવતા હતા.

દરમિયાન ચાર રસ્તા પાસે હોમગાર્ડના જવાનો તૈનાત હતા. ગાડી ઊભી રાખવાનો ઈશારો કરતા બિગ બજાર થઈ પોલીસ કમિશનરની કચેરી પાસેના ત્રણ રસ્તાવાળી ગલીમાંથી જોગસ પાર્ક થઈ ઉધના મગદલ્લા રોડ પર ગયા હતા. જ્યાં સાંઇ મારબલ પાસે પહોંચતા બન્ને હોમગાર્ડના જવાનોએ બન્નનેે પકડી પાડી દંડાવાળી કરી હતી. પોલીસે યુવકોની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...