ભારે હાલાકી:NFSA કાર્ડધારકોના ખાતામાં નાણા જમા ન થયાની ફરિયાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક તપાસ કરીને નિકાલ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ આદેશ કર્યો

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કાર્ડ ધારકોને તેમના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઇ ગઇ હોવાના મેસેજ આવ્યા. પણ નાણા જમા નહીં થયા હોવાની સુરત જિલ્લામાંથી આવેલી 100 જેટલી ફરિયાદની તપાસ કરીને નિકાલ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ તાલુકાકક્ષાના અધિકારીઓને આદેશ આપ્યો છે.

કેટલાકને આ લાભ જ ન મળ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે
કોરોનાની માહામારીમાં સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એનએફએસએ કાર્ડ ધારકોને રૂ.1000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકરા દ્વારા રાજ્યભરના આવા કાર્ડ ધારકોને રૂ.625 કરોડની સહાય તેમના ખાતામાં જમા કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઘણા લાભાર્થીઓને તેમના ખાતામાં પૈસા જમા થયાના મેસેજ મળ્યા છે પણ પૈસા જમા થયા નથી. તો કેટલાકને આ લાભ જ ન મળ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ અંગે ગાંધીનગર પોર્ટલ પર પણ અનેક ફરિયાદો આ‌વી છે. સુરત જિલ્લાના 100 જેટલા લાભાર્થીઓને પણ સહાય નહીં મળી હોવાની ફરિયાદ ઓનલાઇન મળી છે. આ ફરિયાદ સુરત જિલ્લા પુરવાઠા વિભાગને મોકલી આપવામાં ‌આવી છે. પુરવઠા અધિકારી આસ્થા સોલંકીએ જણાવ્યું હતુંકે, આ ફરિયાદોને તાલુકા કક્ષાના અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. અને તેની તપાસ કરીને કયાં ક્ષતિ હતી તેની જાણ કરી દુર કરવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...