તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:રાંદેર પોલીસકર્મી દ્વારા સ્થાનિકો સાથે ગેરવર્તણૂકની ફરિયાદ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા મુસ્લિમ સમાજના રહીશો સાથે ગેરવર્તણૂક થતી હોવાની તથા કોરોના ફેરવવા પાછળ તેઓ જવાબદાર હોવાની ટિપ્પણી કરાતી હોવાનો આક્ષેપ સાથે પોલીસ કમિશનર સહિત ઉચ્ચસ્તરે ફરિયાદ કરાઇ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છેકે, રાંદેર વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ દ્વારા મુસ્લિમોને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. ઋષભ ટાવર જૈનબ હોસ્પિટલ જવાના રસ્તા પર ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વાર મેડિકલ જરૂરિયાત માટે નીકળતા તે જરૂરી ચીજવસ્તુઓ લેવા અથવા  લોકોને ફુડ પેકેટ વહેચવા માટે નીકળતા મુસ્લિમ સમાજના લોકો સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. તેમને રોકવા ઉપરાંત કોરોના ફેલાવા પાછળ તેમનો જ હાથ હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.  આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો