તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લિંબાયતમાં પરિણીતાનો આપઘાત સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ કહેતો કે, તું મને ગમતી નથી, સસરો શંકા રાખી પીછો કરતો

લિંબાયતની પરિણિતાએે સાસરિયાના ત્રાસથી આપઘાત કરતા પતિ સહિત 4 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે.ડિંડોલીમાં ઓમનગરમાં રહેતા શાલિગ્રામ પાટીલની દીકરી મનિષાને પતિ જિતેન્દ્ર અશોક પવાર( રહે. આસપાસ નગર-1 સંજયનગર, લિંબાયત) તું મને ગમતી નથી કહી ત્રાસ આપતો હતો, જયારે સાસુ-સસરા અને નણંદ બરાબર રસોઈ બનાવતી નથી, કામ કરતી નથી કહી ત્રાસ આપતા હતા.

મનિષા તેની બહેન સાથે બ્યૂટીપાર્લર ગઈ ત્યારે સસરો અશોક પવાર ત્યાં પહોંચી જઈ શંકા કરીં ગાળો આપી હતી. બાદમાં સમાધાન થતા સાસરે ગઈ હતી. ત્યાર બાદ પણ ત્રાસ ચાલુ રહ્યો હતો. નણંદ માધુરી સૂર્યવંશી મારતી હતી. કંટાળેલી મનિષાએ મલેરિયાની આઠેક ગોળી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી જયાં મોત થયું હતું. જેથી પતિ, સસરો, સાસુ અરૂણા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...