ધમકી:કતારગામમાં કિશોરીને હેરાન કરી ધમકી આપતા ફરિયાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોન કરવાની ના પાડતા યુવકે કિશોરીની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી

કતારગામમાં 17 વર્ષીય કિશોરીને એક યુવક ફોન કરીને હેરાન કરતો હતો તેથી કિશોરી અને તેની મોટી બહેને ફોન કરવાની ના પાડતા યુવકે બન્નેને ઉપાડી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામમાં 24 વર્ષીય સંજના( નામ બદલ્યું છે)ના પરિવારમાં માતા-પિતા ભાઈ અને નાની બહેન 17 વર્ષીય માધવી(નામ બદલ્યું છે) છે.

માધવીની આરોપી પાર્થ જોગિયા સાથે મિત્રતા હોવાથી ફોન પર નિયમિત વાત કરતી હતી. તેથી સંજનાએ માધવીના ફોનમાં પાર્થ નંબર બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ પાર્થ અલગ-અલગ નંબરથી માધવીને ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. સંજનાએ પાર્થને મેસેજ કરીને તેમની બહેનને હેરાન નહીં કરવા સમજાવ્યું હતું.

આ ઉપરાંત પાર્થે સંજનાને ફોન કરી તને અને તારી બહેનને ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ બીજા દિવસે ફરીથી સંજનાને ફોન કરીને ગાળો આપી ધમકાવી હતી. તેથી સંજનાએ પાર્થ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...