• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Complaint Of Administration's Collusion With Industrial Units In Olpad, Surat, No Action Being Taken Despite Discharge Of Wastewater

પર્યાવરણને હાનિ:સુરતના ઓલપાડમાં ઔદ્યોગિક એકમોની સાથે વહિવટીતંત્રનું મેળાપીપણું, ગંદા પાણી છોડાવા છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાની ફરિયાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરાબ પાણી ઔદ્યોગિક એકમોમાંથી છોડાતાં જળાશયોના પાણી પણ બગડી ગયા છે. - Divya Bhaskar
ખરાબ પાણી ઔદ્યોગિક એકમોમાંથી છોડાતાં જળાશયોના પાણી પણ બગડી ગયા છે.
  • સંસ્થાઓ,પર્યાવરણ વિદો, NGO અને ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાના ગામોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે શરતો મુજબ મંજૂરી આપવામાં આવે છે,તે મંજૂરીની શરતોનું પાલન ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતું નથી.ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણો દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ,પર્યાવરણ વિદો, NGO અને ખેડૂત આગેવાનો દ્વારા અવારનવાર આગળ આવી રજૂઆત કરતા આવી છે. પરંતુ વહીવટીતંત્રના મેળાપીપણામાં આવું પ્રદૂષણ ફેલાતું જ રહે છે, જેની સીધી અસર પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડતી હોય છે.

ખાડીઓને નુકસાન
ઓલપાડ તાલુકામાં,બરબોધન, ઓલપાડ, સાયણ અને કીમ એમ ત્રણેય મુખ્ય ટાઉનોમાં તેમજ દેલાડ, ઉમરા, માસમા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે ત્રણ ખાડીઓ આવેલી છે. સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડી. આ ખાડીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા સતત ગંદકી અને પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, આવા એકમો દ્વારા છોડવામાં આવતા પાણીને લઇ પર્યાવરણ ને નુકશાન થઇ રહ્યું છે. આ ઔદ્યોગિક એકમો દ્વારા હવામાં પણ મોટા પ્રમાણમાં છોડવામાં પ્રદુષિત હવા છોડવામાં આવે છે જેની વ્યાપક અસર આજુબાજુના ગામડાઓમાં જોવા મળતી હોય છે. ઔદ્યોગિક એકમોને સરકારે જે મંજૂરી આપી હોય છે, તે મુજબ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય છે તેમજ કોઈ પણ પ્રકારનું પ્રદુષણ છોડવાનું હોતું નથી,પરંતુ ઔદ્યોગિક એકમો દ્વાર નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવા છતાં માનવ જાત માટે જીવતા બોમ્બ સાબિત થઇ રહેલા આવા ભયાનક એકમો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

ઠાલા વચનો અપાય છે
તાલુકામાં આવેલ જળાશયો અને ખાડીઓની આજુબાજુ ખેડૂતો દ્વાર ખેતી કરવામાં આવે છે.ખેડૂતો દ્વારા ખેતીમાં સિંચાઈ માટે જળાસયો અને ખાડીઓમાંથી પાણી લેતો હોય છે.ખેડૂતો દ્વારા આવા પ્રદુષિત પાણીનો સિંચાઈમાં ઉપયોગમાં લેવાના કારણે ખેતી ને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતો જયારે આ બાબતે રજૂઆતો કરે છે. ત્યારે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માત્ર ખાત્રી આપવામાં આવે છે. પરંતુ આ ખાત્રી માત્ર ઠાલા વચનો પુરવાર થાય છે.