તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભાજપના 12 કોર્પોરેટરોની ફરિયાદ ‘અધિકારીઓ AAPનું જ કામ કરે છે’

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાસક પક્ષના નેતાને રજૂઆત કરતા અધિકારીઓને બોલાવાયા
 • અધિકારીઓ ગેરકાયદે બાંધકામ માટે પૈસા લેતા હોવાનો પણ આક્ષેપ

સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓ માત્રને માત્ર આપના કાર્યકરોના કામ કરે છે પરંતુ અમારા કામ કરતા નથી એવી ફરિયાદ ઉધના વિસ્તારના ભાજપના 12 નગરસેવકોએ મંગળવારે શાસકપક્ષ નેતા અમિતસિંગ રાજપુતને કરી હતી. આ પ્રકારની ફરિયાદ મળતા નગરસેવકોની હાજરીમાં શાસકપક્ષનેતાએ તત્કાળ ઝોનલ ચીફ ડી.સી.ગાંધી, ઝોનલ ઓફિસર રાજેશ જરીવાલા સાથે તમામ ડેપ્યુટી ઇજેનેરોને પાલિકાની મુખ્ય કચેરીએ બોલાવી બેઠક કરી હતી.

વોર્ડ નં 28 પાંડેસરા-ભેસ્તાન, વોર્ડ નં 29 અલથાણ-બમરોલી-વડોદ અને વોર્ડ નં 30 કનસાડ-સચીન-ઉન-આભવાના નગરસેવકોની ફરિયાદ છે કે, અમારા વિસ્તારમાં ડ્રેનેજ, સફાઇ તથા ગેરકાયદે બાંધકામો સંદર્ભે ફરિયાદો કરવા છતાં કોઇ પણ પ્રકારની ફરિયાદને ધ્યાને લેવામાં આવતી નથી.

ગેરકાયદે બાંધકામોમાં અધિકારીઓ પૈસા લેતા હોવાના પણ નગરસેવકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતાં. અધિકારીઓએ માત્રને માત્ર આપ પાર્ટીના કાર્યકરોના જ કામ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. એક નગરસેવકે આડકરતી રીતે અધિકારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉધના ઝોનમાં એક ગાંધી ઉપર (ઝોનલ ચીફ ), બીજો નીચે (ડે.ઇજનેર) અને ત્રીજો (નોટ) ખિસ્સામાં હોય એમ કામ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો