તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતમાં પોલીસકર્મીની પત્નીની માલિકીનો પ્લોટ અન્યને વેચાણ કરી ઠગાઇ કરનારા બે સામે ફરિયાદ નોધાઈ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાંદેર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
રાંદેર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
  • ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના નામે અસલ દસ્તાવેજ નહીં આપી તેના આધારે પુન: પ્લોટ વેચી દીધો

જહાંગીરપુરા વિસ્તારની સોસાયટીનો પ્લોટ સુરત શહેર પોલીસકર્મીની પત્નીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા બાદ અન્યને વેચી દઇ વિશ્વાસઘાત કરનાર મહિલા સહિત બે વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાય છે.જહાંગીરપુરા ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલો પ્લોટને લઈ સામે આવેલા વિવાદમાં પોલીસ કર્મચારીએ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમા રહેલો દસ્તાવેજ મહિલાએ બારોબાર છોડાવી બીજાને વેચી માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઠગાઈની ફરિયાદ નોધાઈ
જહાંગીરપુરાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા સુરત શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ સિરાજબાબુ મેહમુદ કડીવાલાની પત્ની હસીના (ઉ.વ. 49) એ રહેણાંક સોસાયટીનો પ્લોટ નં. 69 વર્ષ 1999માં તાહેરાબીબી સીરાજુદ્દીન શેખ (રહે. 1702, હબીબશા મહોલ્લો, નાનપુરા) પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદયો હતો. પ્લોટના માલિકીપણા મુજબ તેઓ કોર્પોરેશનમાં વેરો પણ ભરપાઇ કરતા હતા. પરંતુ વર્ષ 2021માં લોક્ડાઉન અંતર્ગત તાહેરાબેને પ્લોટ મોહમંદ ઝુબેર અબ્દુલ રહીમ શેખ (રહે. 3/1530, આંબાવાડી, કાલીપુલ, સલાબતપુરા) ને વેચી દઇ વેરો પણ ભરપાઇ કરી દીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસકર્મીની પત્ની તાહેરાબીબીએ પ્લોટ વેચાણ કરી દેનાર તાહેરા અને ખરીદનાર મોહમંદ ઝુબેર વિરૂધ્ધ ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

આરોપી અગાઉ પણ પકડાયેલો છે
કાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. સિરાજબાબુ કડીવાલાની પત્નીના નામનો દસ્તાવેજ સબ રજીસ્ટાર કચેરીમાંથી બારોબાર ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરી છોડાવ્યા બાદ મૂળ માલિક તાહેરાબીબીએ ઝુંબેર અબ્દુલ રહીમ શેખના નામે કરી છેતરપિંડી કરી છે. ત્યારે પોલીસની તપાસમાં ઝુબેર શેખ ખોટા દસ્તાવેજ બનાવવાના કેસમાં અગાઉ ઉમરા અને ખટોદરામાં પકડાઈ ચુક્યો છે.