તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:‘તારી ફરિયાદ માટે નવરો નથી’ કહેતાં વકીલની કોર્ટમાં ફરિયાદ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણ દુર કરવા મુદ્દે વકીલને વિચિત્ર જવાબ મળ્યો
  • પાલિકાકર્મીએ કહ્યું, હું મરી ગયો તો ક્યાં જશો

રીંગરોડ ખાતે ફુટપાથ પર દબાણ કરીને ચલાવવામાં આવતી ચીકનની લારીને દુર કરવા માટે વકીલ દ્વારા પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કરવામાં આવેલી ફરિયાદનો નિકાલ નહીં આવતા અરજદાર વકીલે કોર્ટમાં અધિકારી સામે ફરિયાદ કરી હતી.

ઝીરો દબાણ રૂટ પરની ફરિયાદના જવાબમાં અધિકારીએ ફરિયાદી વકીલને જણાવ્યંુ હતું કે, તારા એકલાની ફરિયાદ માટે હું નવરો નથી. મને ફોન કરીને હેરાન ન કર. મહાપાલિકાના અધિકારી પ્રકાશ બીલીમોરિયા સામે વ્યવસાયે વકીલ સિધ્ધાર્થ કટયારે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરાવી હતી.

ઝીરો દબાણના રૂટ પરની ઓનલાઇન ફરિયાદ કરાયા બાદ પણ તેનો પાલિકાએ નિકાલ ન કરતા જવાબદાર અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો તો સામે અધિકારીનો જવાબ હતો કે તારી એકલાની ફરિયાદ માટે હું નવરો નથી. સેન્ટ્રલ ઝોન ઘણો મોટો છે. મારે ઘણાં કામ હોય છે.

આથી ફરિયાદીએ જવાબ આપ્યો હતો કે, હું સમજી શકું કે તમે વ્યસ્ત છો. પરંતુ ઝીરો દબાણ રૂટ પરના દબાણ કેટલા સમયમાં તમે દુર કરી શકો છો, તેની સમયમર્યાદા તો અમને કહો. ત્યારે આરોપી અધિકારીએ કહ્યું હતું કે, હું કાલે મરી ગયો તો કોની પાસે જશો. તો વકીલે જવાબ આપ્યો હતો કે, તમે મરી જશો તો બીજા અધિકારી આવે એની પાસે જઇશંુ.

અન્ય સમાચારો પણ છે...