તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપીના વેપારીને ત્યાં પડેલી સુરત ડીજીજીઇઆઇની દરોડામાં હેરસમેન્ટનો ઇશ્યુ ઉભો થયો હતો અને વેપારીઓને શારિરીક-માનસિક ત્રાસ આપી તેમની પાસે અગિયાર કરોડની કરચોરી કબૂલ કરાવાઈ હોવાનો પણ આક્ષેપ સાથે હાઇકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી, જેમાં કોર્ટે ડીજીજીઆઇની ટીમને 16મી ફેબ્રુઆરીના રોજના રોજ હાજર થવાનું ફરમાન જારી કરાયું છે.
કેસની વિગત મુજબ ડીજીજીઇઆઇના અધિકારીઓ જાન્યુઆરી-2021માં ભારત એસિડમાં તપાસ કરાઈ હતી, ત્યાંથી તપાસનો રેલો હિમાની અને અપૂર્વા કેમિકલ સુધી પહોંચ્યો હતો. આરોપ મુજબ તપાસ દરમિયાન અધિકારીઓએ ઓફિસના સીસીટીવી કેમેરા પણ બંધ કરાવી દીધા હતા અને કર્મચારીઓને બાનમાં લઇ શારિરીક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો ઉપરાંત બળજબરૂપૂર્વકનું નિવેદન લીધું હતુ. જેમા હેમાની પાસે રૂપિયા 8.72 કરોડ અને અપૂર્વા પાસે રૂપિયા 2.68 કરોડની કરચોરીની કબૂલાત કરાવી હતી.
ચોથા માળેથી વેપારી કૂદયો હતો
જોકે નોંધનીય છે કે તાજેતરમા જ વલસાડનો એક કેમિકલનો વેપારી મુકેશ મારૂ ડીજીજીઆઇની તપાસ દરમિયાન ચોથા માળેથી કૂદી પડયો હતો. જેમાં ડો. સતીષ ધાવલેની આગેવાની હેઠળની ડીજીજીઆઇની ટીમ રાત્રે એક કલાકે વેપારી મુકેશ મારૂ નું સ્ટેટમેન્ટ લઇ રહી હતી ત્યારે તે અધિકારીઓનો પ્રેશર સહન ન કરી શકતા દોડીને બહાર ભાગ્યો હતો અને ચોથા માળેથી પતરાં પર કૂદી પડયો હતો. પૂછપરછ દરમિયાન કૂદી પડવાની ઘટના બાબતે ડીજીજીઆઇએ ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં જણાવ્યું હતુંકે આ વેપારી અમારી પૂછપરછથી બચવા માટે ભાગ્યો હતો અને ચોથા માળેથી કૂદી પડ્યો હતો. કહેવાય છે કે વાપી અને સુરતમાં બનેલી ઘટના એક જ કેસને લગતી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.