છેતરપિંડી:પ્લોટના નામે 16 લોકો પાસેથી 25.50 લાખ લઇ છેતરપિંડી કરનાર ટોળકી સામે ફરિયાદ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં સનરાઇઝ ગૃપ ઓફ કંપનીઝના નામે ઓફિસ શરૂ કરીને નવસારીમાં પ્લોટિંગનું આયોજન કરીને 16 લોકો પાસેથી 25.50 લાખ લઈને પ્લોટ નહીં આપીને છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

ડિંડોલી પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર યોગેશ ચંદ્રપાલ સિંહ(શિવ પાર્ક સોસાયટી,ગોડાદરા),અજીત ચંદ્રપાલ સિંહે(આકાશ એરા એપાર્ટમેન્ટ,ભીમરાડ) નવસારીના જલાલપોરના પરૂજણ ગામમાં શ્રીસાંઈ વિલા સોસાયટીના નામથી પ્લોટિંગ કર્યુ હતું. તેમની સાથે દલાલો સુદામ મોરે(શ્રીનાથ સોસાયટી,પુણા ગામ), પ્રફુલ ગોરધન વસાવા(રહે. ઓમ નગર,ડિંડોલી), અનિલ પાટીલ(રહે. લક્ષ્મી નગર-2,ડિંડોલી)પણ જોડાયા હતા. આરોપીઓની ઓફિસ ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે મધુરમ આર્કેડ અને સાંઈબાબાના મંદિર પાસે હતી. ત્યાં લોકોને પ્લોટ વિશે સમજાવીને પરૂજણ ગામે પ્લોટ બતાવવા લઈ જતા હતા.

છેલ્લા 6 વર્ષમાં તમામે 16 જણા પાસેથી કુલ 25.50 લાખ રૂપિયા પડાવી લઈને કોઈને પણ પ્લોટ આપ્યો ન હતો કે કોઈને પણ રૂપિયા પરત કર્યા નહતા. ભોગ બનેલાઓમાં કલ્પનાબેન મોરે પાસેથી 1.33 લાખ રૂપિયા સહિત કુલ 16 લોકો પાસેથી કુલ 25.50 લાખ પડાવી લીધા હતા. કલ્પના મોરેએ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...