ક્રાઇમ:પ્રેમિકા પાછળ 8 લાખનું દેવું કરી ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્રાણમાં રહેતી મોહિની( નામ બદલ્યું છે)ના લગ્ન જાન્યુઆરી 2019ના રોજ વિવેક ઇતેશ ભટ્ટ (ભાવનગર) સાથે થયા હતા. મોહિનીના પિતાએ સોના-ચાંદીના દાગીના અને રોકડા 5 લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના ત્રણેક મહિના સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. પછી ખબર પડી કે વિવેકનો બીજી કોઈ મહિલા સાથે 4 મહિનાથી પ્રેમ સંબંધ છે અને પ્રમિકા પાછળ વિવેક લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રેમિકાના કારણે વિવેક પર 8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. વિવેકના માતા-પિતાને આ બાબત ખબર હોવા છતાં તેને કાંઈ કહેતા ન હતા. ઉલટું તેના વિરુદ્ધ તેના પતિની ચઢામણી કરતા હતા. પ્રેમિકા માટે કરેલું કર્જ ચૂકવવા પિતા પાસેથી રૂપિયા લાવવા સાસરિયાઓ મોહિનીને દબાણ કરતા હતા. મોહિનીના સોનાના ઘરેણાં પણ લઈ લીધા હતા.

પતિને સટ્ટો-જુગાર રમવાની પણ ટેવ હતી. તે વારંવાર સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો. ભરૂચમાં રહેવા ગયા ત્યારે ત્યાં પણ વિવેકે મોહિનીના નામ પર દેવું કરી રાખ્યું હતું. લોકો મોહિની પાસે રૂપિયા માંગવા લાગ્યા હતા. એક વખત મોહિનીના પિતાએ બે લાખ રૂપિયા આપવા પડ્યા હતા. ત્રસ્ત થઈને મોહિનીએ પતિ વિવેક અને સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...