કાર્યવાહી:વરાછામાં નોંધણી વિના પ્રેક્ટિસ કરનારા ડોક્ટર વિરૂધ્ધ ફરિયાદ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટની રજૂઆત બાદ પાલિકાએ કાર્યવાહી કરી

વરાછાના લંબે હનુમાન રોડના રાધા કૃષ્ણ મંદિર પાસેની મહાલક્ષ્મી સોસાયટી ખાતે કાઉન્સિલ ઓફ હોમિયોપેથીક સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્યમાં નોંધણી વગર જ ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સામે કાર્યવાહી કરવા વરાછા ઝોન દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી.

વરાછા ઝોન-એના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજિત ભટ્ટે કહ્યું કે, જૈન એકતા ટ્રસ્ટ દ્વારા ફરિયાદ મળી હતી કે, લંબે હનુમાન રોડ પર શ્રમિક વિસ્તારમાં ડૉ.રવિ ડાયમા નામક તબીબ ગેરકાયદે હોમીયોપેથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ અંગે ત્રિકમ નગર સ્થિત મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરી હતી. ડોક્ટર રવિ ડાયમા પાસે ડિગ્રી મળી હતી જોકે તેમણે નિયમ મુજબ પ્રેક્ટિસ પહેલા ગુજરાત રાજ્યની કાઉન્સિલ ઓફ હોમિયોપેથીક સિસ્ટમ ઓફ મેડિસિનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાનું ધ્યાને આવ્યું છે.

જેથી તેમની સામે કાર્યવાહી કરવા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૈન અેકતા સંગઠને રાજ્ય આરોગ્ય વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. જે સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગે પાલિકાને લાઈસન્સ રદ કરવા આદેશ કર્યો હતો પરંતુ પાલિકાએ કોઈ લાઈસન્સ ઈસ્યુ કર્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...