તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ફાર્મસીની ટ્રેનિંગ વગર સર્ટિફિકેટ મેળવનાર 4 વિદ્યાર્થી સામે ફરિયાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ સરકારી હોસ્પિ.ના ફાર્માસિસ્ટે 25 હજારમાં સર્ટિ.આપ્યા હતા

રાજસ્થાનની કોલેજમાંથી સુરત અને નવસારી સહિતના 4 વિદ્યાર્થીએ ડિપ્લોમા ઈન ફાર્મસીની ડિગ્રી મેળવ્યા બાદ 3 મહિના સરકારી હોસ્પિટલમાં ટ્રેનિંગ લેવાની હોય છે. પછી મેડિકલ સ્ટોર ખોલવા માટે ફાર્માસીસ્ટનું રજીસ્ટ્રેશન થાય છે. આ માટે 4 વિદ્યાર્થીએ આહવા ડાંગની સરકારી હોસ્પિટલમાં 3 માસની ટ્રેનિંગ લેવાની હતી.

પરંતુ ટ્રેનિંગ લીધા વિના જ મેડિકલ ઓફિસરની સહી અને સિક્કાવાળા સર્ટિફિકેટ વર્ષ 2017માં મેળવ્યા હતા. 4 વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલીંગ અમદાવાદ ખાતે રજીસ્ટ્રાર કચેરીમાં ટ્રેનિંગ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. જેમાં ઓફિસરને શંકા જતા વેરીફાઇ કરાવવા આહવા ડાંગ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જેમાં વર્ષ 2017ના જુનમાં આવા નામના કોઈપણ વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ લીધી ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

વધુમાં સર્ટિફિકેટ આહવા ડાંગ હોસ્પિટલના ફાર્માસીસ્ટ માધુ બલદાણીયાએ મેડિકલ ઓફિસરની જાતે સહી અને સિક્કા મારી 20 થી 25 હજારની રકમ લઈ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ લીધા વગર સર્ટિફિકેટ આપ્યા હતા. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલીંગના રજીસ્ટ્રાર જશુભાઈ હિરાભાઈ ચૌધરીએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે વિદ્યાર્થી ધવલ નાગજી નસીત(23)(રહે,તિરૂપતિ સોસા, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ), લક્ષ્મણસિંહ હીરસિંહ રાજપુરોહિત(23) (રહે,મહાવીર સોસા,જાવેરી સડક, નવસારી), ધવલ મનસુખ હીરપરા (27) (રહે, મહાલક્ષ્મી સોસા, યોગીચોક, પુણા), અનિલ ધનજી પટેલ (32) (રહે,ગઢસીસા, તા-માંડવી, કચ્છ) અને આહવા ડાંગ હોસ્પિટલના ફાર્માસીસ્ટ માધુ હમીર બલદાણીયા(54)(રહે,જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલોની, આહવા-ડાંગ, મૂળ રહે,ડાંગાવદર,તા-ધારી,અમરેલી) સામે ગુનો નોંધ્યો છે. વધુમાં માધુ બલદાણીયાએ વર્ષ 2017માં મેડિકલ ઓફિસર રજા પર હતા ત્યારેે તેમના નામની સહી કરી સિક્કા મારી સર્ટિ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...