તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:પીપલોદના વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઇ 49 લાખની છેતરપિંડી કરનારા 4 સામે ફરિયાદ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પીપલોદના કાપડ વેપારી પાસેથી સારોલીની કુબેરજી વર્લ્ડ માર્કેટના બે સહિત 3 વેપારી અને દલાલે 49.42 લાખનું કાપડ ઉધારમાં લઇને પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઇ છે.

વેપારી રાકેશ દેવડાએ આપેલી ફરિયાદ કુબેરજી વર્લ્ડ માર્કેટના વેપારી ધર્મેન્દ્ર કનુ પટેલ, જૈમીન રાજેશ પટેલ, તથા ઉધના બીઆરસી કંમ્પાઉન્ડ લક્ષ્મી નારાયણ ઈન્ડ.ના વેપારી વિપુલ ઈશ્વર પટેલ તેમજ દલાલ સાગર કાપડીયાએ રાકેશ સાથે 24મી ફેબુઆરી-20થી 9મી માર્ચ-21 સુધીમાં 49.42 લાખનું કાપડ ખરીદી બે માસમાં નાણા આપવાની વાત કરી આરોપીઓએ રૂપિયા ન ચૂકવી ઠગાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...