તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:હવે યુનિવર્સિટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થશે

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાભ લેનારા વિદ્યાર્થીઓએ 20 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાના રહેશે, માર્ચથી જ વર્ગો શરૂ કરાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આઇએએસ અને આઇપીએસ સહિતના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ માર્ચ મહિનાથી શરૂ થશે. યુનિવર્સિટીથી જણાયું છે કે એલ. એલ. કાકડીયા ભવન ખાતે સિવિલ સર્વિસ એટલે કે આઇએએસ કે આઇપીએસની પ્રિલિમનરી પરીક્ષાની તૈયારી માટેના છ મહિના સમયગાળાના તાલિમ વર્ગો માર્ચ મહિનામાં શરૂ થશે. જે વર્ગો બપોરે 3ઃ00થી 6ઃ00 કલાક દરમિયાન થશેે. આ વર્ગોનો લાભ લેનારા વિદ્યાર્થીઓ ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ કે પછી ભવનથી મેળવી શકશે.

જો કે, ફોર્મ ભરવાની છેલ્લા તારીખ 20 ફેબ્રુઆરી છે. વિદ્યાર્થીઓએ ફોર્મ કે માહિતી પત્રક મેળવવા માટે રૂ. 100 ફી ભરવાની રહેશે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ હતી. જોકે, યુનિવર્સિટીએ હજી સુધી તેના વર્ગો નહીં શરૂ કર્યા હતા. આમ, આવી સ્થિતિને કારણે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હતી.

જેથી સેનેટ સભ્ય કનુ ભરવાડે યુનિવર્સિટીને પત્ર લખીને સેન્ટર શરૂ કરવાની માંગ કરી હતી. સેનેટ સભ્ય કહે છે કે ખાનગી ટ્યૂશનના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી લઇને તેમના ખિસ્સા ખાલી કરતા હોય છે. આમ, આવી સ્થિતિથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગામડાના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો