ઓનલાઈન એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ 2020-21:ઇનોવેશનથી વિદ્યાર્થીઓને સક્ષમ બનાવી જીતી સ્પર્ધા

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષક શ્રીનિવાસ - Divya Bhaskar
શિક્ષક શ્રીનિવાસ

જીસીઈઆરટી, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના ઓનલાઈન એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ 2020-21 નું વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત કોર્પોરેશનના યુ.આર.સી. 01 રાંદેર-સેન્ટ્રલ ઝોનમાંથી કુલ 49 ઈનોવેટિવ શિક્ષકોએ આ ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

જેમાં રાંદેર સ્થિત શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શાળા ક્રમાંક 263 ના શિક્ષક શ્રીનિવાસ મીટકુલે શાળાનું ઈનોવેશન “આફતને અવસરમાં બદલીએ’ ઈનોવેશન રજૂ કર્યું હતું. જેમાં તેમની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદ કરવામાં આવી હતી. શ્રીનિવાસ મીટકુલે જણાવ્યું હતું કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોનું સર્વાંગીણ વિકાસ કરવાનું હોય છે જે આ નવતર પ્રયોગથી જ શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...