તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:BRTSની ટક્કરે યુવકના મોત કેસમાં 18.91 લાખનું વળતર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ અગાઉની ઉધના અંબાનગરની ઘટનામાં કોર્ટનો હુકમ
  • રોંગ સાઈડ પર ધસી આવેલી બસે ઊભેલા યુવકને ટક્કર મારી હતી

ચાર વર્ષ અગાઉ બીઆરટીએસ બસે 24 વર્ષના યુવાનને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતુ. સમગ્ર કેસમાં પરિજનો દ્વારા બસ ડ્રાયવર, એજન્સી અને વીમા કંપની સામે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ કોર્ટમાં રૂપિયા 30 લાખનો વળતરનો દાવો કરાયો હતો. દલીલ બાદ કોર્ટે રૂપિયા 18.91 લાખનો દાવો મંજૂર કરાયો હતો. કોર્ટે ડ્રાયવર, એજન્સી અને વીમા કંપનીને સંયુક્ત રીતે આ રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

બ્રેઇન હેમરેજ થઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું
કેસની વિગત મુજબ, એમબ્રોઇડરીનું કામ કરતા બ્રહ્મદેવ યાદવ 8 ઓગષ્ટ, 2017ના રોજ રાત્રે 8 વાગ્યે ઉધના અંબનગર બીઆરટીએસ રૂટ નજીકના રોડની સાઇડ પર ઉભો હતો ત્યારે બસચાલકે રોંગ સાઇડ પર આવીને બ્રહ્મદેવને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થઈ હતી. આથી યુવકને તાત્કાલિક નવી સિવિલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બ્રહ્મદેવને માથામાં ઇજા થઇ હતી જેના લીધે બ્રેઇન હેમરેજ થયું હતું અને બાદમાં તેનું મોત નિપજ્યું હતું.

30 લાખના વળતરનો આધાર
પરિજનોએ રૂપિયા 30 લાખનું વળતર માગ્યું હતું જેના માટે આધાર એ હતો કે મૃતક એમ્બ્રોયડરી મશીન ચલાવી મહિને રૂપિયા 20 હજાર કમાતો હતો અને પત્ની, પુત્રનું ભરણપોષણ કરતો હતો. જો તે લાંબું જીવ્યો તો તો પરિવારનું કલ્યાણ કરી શક્યો હોત. તેના પિતાએ ઘડપણની લાકડી ગુમાવી છે. સારવાર અને અંતિમ ક્રિયા પાછળ એક લાખનો ખર્ચ થયો છે તથા ઇજાના લીધે તેણે ઘણી જ વેદના વેઠી હતી.

અન્ય સમાચારો પણ છે...