અરજી રદ:કારમાં ગૂંગળાઇ જતા મોતને ભેટેલા બાળકના કેસમાં વળતર અરજી રદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું કે, બાળકના માતા-પિતાએ પણ ધ્યાન રાખવું જોઇએ
  • 2016માં 6 વર્ષનું બાળક કારમાં બેસી ગયું અને લોક થઈ ગઈ હતી

છ વર્ષ અગાઉ સચિનમાં રમતા-રમતા કારમાં પ્રવેશેલા છ વર્ષના બાળકનું ગૂંગળાઇને મોત નીપજ્યું હતું. આ કેસમાં પરિજનો દ્વારા MV એક્ટ મુજબ 5 લાખના વળતરની માગણી કરી હતી. જે દલીલોના અંતે કોર્ટે નકારી હતી. વીમા કંપની તરફે દલીલ કરાઈ હતી કે, કેસમાં માલિકનો કોઈ રોલ નથી. કોર્ટે પણ એમ.વી. એક્ટમાં કાર ચાલતી હોય અને ડ્રાઇવર હોય તો ક્લેઇમ કરવા બાબત તરફ ધ્યાન દોર્યું હતું અને કેસમાં માતા-પિતાએ પણ પુત્ર તરફ ધ્યાન રાખવા ઓર્ડરમાં ઉમેર્યું હતું.

સચિન પોલીસ સ્ટેશનની હદમાં તા. 17મી જૂન, 2016ના રોજ કંપારી છુટી જાય એવા આ બનાવની હકીકત મુજબ નજીકની સોસાયટીમાં રહેતો છ વર્ષનો બાળક રમતા-રમતા રોડ ક્રોસ કરીને નજીકની એક સોસાયટીમાં પહોંચ્યો હતો અને ત્યાં પાર્ક કરેલી એક કાર પાસે આવી તેમાં પ્રવેશ્યો હતો અને બાદમાં બહાર પણ નિકળ્યો હતો અને ફરી કારમાં જતાં કાર લોક થઇ ગઈ હતી.

કારનો માલિક એક પ્રસંગ અર્થે રાજસ્થાન ગયો હતો.આથી કારમાં લોક થયેલાં બાળકનો અવાજ કોઈએ સાંંભળ્યો નહતો અને બાળક ગૂંગળાઈને મોતને ભેટ્યો હતો. ઘટનામાં માતા-પિતાને જાણ થતા તેઓ પહોંચ્યા હતા. બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. કાર માલિક પર આરોપ લાગ્યો હતો કે તેણે કાર લોક કરી જ નહતી.

‘કાર માલિકની ભૂલ ન હતી’
કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલ કરી કે સમગ્ર ઘટના મોટર અકસ્માતનો કેસ નથી. ભૂલ ભરેલુ ડ્રાઇવિંગ થયું નથી. કાર તો પાર્ક કરાયેલી હતી બીજી તરફ કોર્ટે તાંક્યું હતું કે કારમાલિકની ભુલ ન હતી.

અન્ય સમાચારો પણ છે...