રફની આયાતમાં ઘટાડો:ગત ઓક્ટબર કરતા આ વર્ષે રફની આયાત 25%, લેબગ્રોનની 42% ઘટી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં આવેલી મંદી અને રફ ડાયમંડની શોર્ટ સપ્લાય ઘટાડા માટે કારણભૂત

વર્ષ 2021ના ઓક્ટોબર કરતા વર્ષ 2022ના ઓક્ટોબરમાં રફ ડાયમંડની આયાતમાં 25 ટકા જ્યારે લેબગ્રોનની રફની આયાતમાં 41.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાનું 1.80 હજાર કરોડનું ઓલ ટાઈમ હાઈ એક્સપોર્ટ થયું હતું. કોરોના કાળમાં પણ ઉદ્યોગ તેજીમાં હતો. પરંતુ છેલ્લાં 8 મહિનાથી ઉદ્યોગ પર માઠી અસર પડી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકામાં મંદી આવતાં સુરતના હીરા ઉદ્યોગ પર ડાયરેક્ટ અસર પડી રહી છે. રફ હીરાની શોર્ટ સપ્લાય બાદ અમેરિકાની મંદીને કારણે તૈયાર હીરાની માંગ ઘટી છે. વર્ષ 2021ના ઓક્ટોબર કરતા 2022માં રફની આયાતમાં 25 ટકાનો ઘટાડો, જ્યારે લેબગ્રોનની રફના આયાતમાં 41.25 ટકાનો ઘટાડો થયો. આમ લેબગ્રોનની રફની આયાતમાં પ્રમાણમાં વધુ ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...