2022ની િવધાનસભાની 2019ની લોકસભા ચૂંટણી પરિણામો સાથે સરખામણી કરતાં ભાજપના વોટશેરમાં 9 ટકાનો ઘટાડો થયો છે. પાલિકાના 2021ના પરિણામો સાથે સરખામણી કરીએ તો 8 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસના વોટશેરમાં 37 ટકા ઘટાડો થયો છે. 2021ના પાલિકાના પરિણામો સાથે જોતા કોંગ્રેસના વોટશેરમાં આ વિધાનસભામાં 4.01 ટકાનો ઘટાડો થયો છે.
આ વખતે વિધાનસભાની 16 બેઠકો પર કોંગ્રેસનો વોટશેર આપથી 6 બેઠક પર વધારે રહ્યો.જ્યારે આપે લોકસભામાં ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો વર્ષ 2017ની વિધાનસભામાં આપે સુરતની 6 બેઠકો પર ઝંપલાવ્યું હતું. જેમાં તેને 7067 મતો મળ્યા હતા.વર્ષ 2021ની પાલિકાની ચૂંટણી સાથે સરખામણી કરતાં તેના વોટશેરમાં 11.15 ટકા ઘટાડો થયો છે.
2017ની વિધાનસભા કરતાં 2022માં ભાજપનો વોટશેર 1.53 ટકા ઘટ્યો
વર્ષ 2017ની વિધાનસભા કરતાં 2022ની ચૂંટણીમાં ભાજપના વોટશેરમાં 1.53 ટકાનો ઘટાડો થયો છે. આપ પાર્ટીનો વોટશેર 2017માં 0.26 ટકા હતો જ્યારે આ વખતે 17.06 ટકોનો વધારો નોંધાયો છે.જ્યારે કોંગ્રેસના વોટશેરમાં 19.53 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસ-ભાજપના વોટશેરમાં ઘટાડો થયો છે.
વર્ષ 2019માં ભાજપને 1857903 મતો અને વિધાનસભામાં 16,86,597 મતો મળ્યા છે.જ્યારે લોકસભામાં કોંગ્રેસને 7,33,371 મતો મળ્યા હતા અને વિધાનસભામાં 460572 મતો મળ્યા હતા.જોકે આપને 2021ની પાલિકાની ચૂંટણીમાં 15,17,649 મતો મળ્યા હતા જે 28.47 ટકા જેટલા હતા આ વખતે વિધાનસભામાં તેને 511444 મત મળ્યા, જે 17. 32 ટકા જેટલા હતા. ભાજપને પાલિકામાં 2607862 મત મળ્યા હતા જે 49 ટકા હતા. આ વખતે 57.10 ટકા મત મળ્યા.કોંગ્રેસને પાલિકામાં 991279 મત મળ્યા જે. 19.60 ટકા હતા અને વખતે 15.59 ટકા રહ્યાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.