આક્ષેપ:‘LLB ભૂલ પ્રકરણમાં કમિટી પ્રોફેસરને બચાવવા બનાવાઈ’

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • NSUIની આક્ષેપ સાથે કુલપતિને રજૂઆત, જૂના રિપોર્ટના આધારે જ કાર્યવાહી થઇ શકે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં પ્રશ્નપત્રોમાં ૭૬ જેટલી ભુલ પ્રકરણમાં કેમ્પસમાં રાજકારણ ગરમાયું છે. એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીએ બનાવેલી કમિટી કસુરવારને બચાવવા માટે કરી હોવાનો આક્ષેપ સાથે કુલપતિને રજુઆત કરી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લો વિભાગમાં પ્રશ્નપત્રોમાં ભુલ હોવાની પરીક્ષા બાદના સાત મહિને યુનિવર્સિટીએ સ્વિકારી ૨૫૦૦ જેટલી માર્કશીટ બદલી આપવામાં આવી હતી. આ મુદ્દે યુનિવર્સિટીએ કમિટી બનાવીને રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે એનએસયુઆઇએ બુધવારે કુલપતિને આવેદનપત્ર આપીને રજુઆત કરી છેકે, પ્રશ્નપત્રમાં ભુલ પાછળ ફેકલ્ટીના ચેરમેન અને પેપર સેટર વિમલ પંડ્યા હોય અને તેમણે ખુદ ખોટો રિપોર્ટ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રકરણમાં હાલમાં નવી કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં વિમલ પંડ્યાના નિકટના છે. અગાઉના રિપોર્ટમાં ભુલ થયાનું છે જ ત્યારે આ કમિટી રદ કરવા માટેની માંગ કરી હતી.જોકે, હવે આ ભૂલ પ્રકરણમાં પ્રોફેસર વિમલ પંડ્યાની તરફેણમાં એબીવીપીએ સેનેટ સભ્ય ભાવેશ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...