તક્ષશિલા અગ્નિકાંડ:બેદરકારીનું પરિણામ ખબર હોવા છતાં ગુનો કર્યો, 2 વર્ષ બાદ 13 સામે ચાર્જફ્રેમ; આગામી સુનાવણી 5મીએ, અતુલ ગોરસાવાલાનો ચાર્જફ્રેમ મુલતવી રખાયો

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તક્ષશિલા આગ સમયની ફાઇલ તસવીર. - Divya Bhaskar
તક્ષશિલા આગ સમયની ફાઇલ તસવીર.
 • ફરિયાદ પક્ષે કહ્યું, 3 હજાર પાનાં સરકારી દસ્તાવેજ છે, એ ન ચકાસવા જોઈએ, જેથી ન્યાય ઝડપથી મળશે

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીનાં મોતના પ્રકરણમાં આખરે 14 પૈકી 13 આરોપી સામે બે વર્ષ બાદ ચાર્જફ્રેમ કરાયો છે. ચાર્જફ્રેમની દલીલમાં ફરિયાદી પક્ષે કહ્યું હતું કે બેદરકારીનું પરિણામ ખબર હોવા છતાં આરોપીઓએ ગુનો કર્યો હતો. આગામી સુનાવણી 5મી જુલાઇના રોજ થશે.

કોર્ટ રૂમ લાઇવ
ફરિયાદ અને સરકાર પક્ષે એક અરજી કરાઈ હતી, એ મુજબ કેસમાં 96 જેટલા દસ્તાવેજ છે, જેનાં 3 હજાર પાનાં છે. એ તમામ સરકારી દસ્તાવેજ હોઈ એને ચકાસવામાં ન આવે. આજે કોર્ટમાં આ કેસના સ્પેશિયિલ પી.પી. પરમાર અને ફરિયાદ પક્ષના વકીલ પીયૂષ માંગુકિયા હાજર રહ્યા હતા. તમામ 14 આરોપી સવારે જ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. કોર્ટના મુખ્ય સવાલ હતા કે ગુનો મંજૂર છે, તો આરોપીઓએ ના પાડી હતી.

આગમાં 22 માસૂમોનો ભોગ લેવાયો હતો.
આગમાં 22 માસૂમોનો ભોગ લેવાયો હતો.

તો 30 સાહેદ ચકાસવા ન પડે: ફરિયાદ પક્ષની અરજી
ફરિયાદ પક્ષની અરજી મુજબ આ કેસમાં દસ્તાવેજોની યર્થાતતા અંગે બચાવ પક્ષને કોઈ તકરાર ન હોય તો એનો સ્વીકાર કરી શકે, જેથી લગભગ 30 જેટલા સાહેદ તપાસવાનું ભારણ ઓછું કરી શકાય.

પાલિકાથી લઈને જીઈબીના અધિકારીઓ આરોપી છે.
પાલિકાથી લઈને જીઈબીના અધિકારીઓ આરોપી છે.

હવે આગળ શું થશે
હવે ખરી ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત થશે. સર તપાસ, ઊલટતપાસ, સાક્ષી ચકાસણી સહિતની ટ્રાયલની પ્રોસેસ શરૂ થશે. એડવોકેટ પીયૂષ માંગુકિયાએ કહ્યું હતું કે અમે ડોકટરોની જુબાનીની શરૂઆત કરવા ઇચ્છીએ છીએ, કેમ કે પીએમ રિપોર્ટ પર ઘણો આઘાર છે. વિદ્યાર્થીઓનાં મોત શ્વાસ રૂંધાવાથી, ઉપરથી કૂદવાથી અને દાઝયા બાદ થયાં છે. પહેલા સમન્સ ડોકટરોને ઇસ્યુ થઈ શકે છે.

આગ સમયે માસૂમો ત્રીજા માળેથી કૂદીને જીવ બચાવ્યો હતો.
આગ સમયે માસૂમો ત્રીજા માળેથી કૂદીને જીવ બચાવ્યો હતો.

કોની-કોની સામે ચાર્જફ્રેમ

 • ભાર્ગવ બુટાણી : ટયૂશનનો સંચાલક છે, જ્યાં આગ લાગી હતી. ફાયરની સુવિધા ન હતી.
 • સવજી પાઘડાલ : આરોપી બિલ્ડર છે. આરોપીએ ગેરકાયદે જગ્યા ભાડે આપી હતી.
 • દિનેશ વેકરિયા : બિલ્ડર છે, ભાગીદાર છે, ગેરકાયદે બાંધકામ હોવા થતાં જગ્યા ભાડે આપી.
 • જયેશ સોલંકી: પાલિકાના એક્ઝિક્યુટિવ ઇનજેર છે, ગેરકાયદે બાંધકામને લીગલ કર્યું.
 • જિજ્ઞેશ પાઘડાલ : આરોપી બિલ્ડરનો પુત્ર છે. ભાડે અપાતી જગ્યાનું વહીવટ કરતો હતો.
 • વિનુ પરમાર : સીઓઆર ઇસ્યુ કરી હતી, જેથી બિલ્ડિંગ રેગ્યુલેશનની લીલીઝંડી મળી.
 • રવિ કહાર: તક્ષશિલા આર્કેડનો બિલ્ડર છે. ભાગીદારીમાં બિલ્ડિંગ બાંધી ત્રીજા માળે ગેરકાયદે બનાવ્યો.
 • હરસુખ વેકરિયા : મૂળશિક્ષક છે અને જગ્યાનો ભાગીદાર છે, ગેરકાયદે બાંધકામના કૃત્યમાં સામેલ છે.
 • હિમાંશુ ગજ્જર : પાલિકા અધિકારી છે, ખોટા ડોક્યુમેન્ટના આધારે ઇમ્પેક્ટ લીધી હતી.
 • દીપક નાયક: જીઇબીનો અધિકારી, કલાસના વીજ કનેકશન ગેરકાયદે હતા, જે ચેક ન કર્યા.
 • પરાગ મુન્શી : આરોપી પાલિકા અધિકારી છે, ઇમ્પેક્ટ ફી ભરી દેવાની નોટિસ ઇસ્યુ કરી હતી.
 • કીર્તિ મોડ : આરોપ- ફાયર અધિકારી, એનઓસી વગરના બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવાની હતી, જે ન કરી.
 • સંજય આચાર્ય : ફાયર અધિકારી, તક્ષશિલા બિલ્ડિંગનું ચેકિંગ કરવાનું કામ તેના એરિયામાં હોવા છતાં સ્થળ નિરીક્ષણ કરાયું નહીં. ટયૂશન કલાસીસમાં ફાયર સુવિધા ન હતી.​​​​​
સુરત, ગુજરાતની સાથે દેશ આખો હચમચી ગયો હતો.
સુરત, ગુજરાતની સાથે દેશ આખો હચમચી ગયો હતો.

તક્ષશિલા અગ્નિકાંડના મૃતકો

 • એષા રમેશ ખડેલા, ઉ.વ. 17, સમેરૂ રેસિડેન્સી, મોટા વરાછા
 • ક્રિષ્ના સુરેશ ભીકડીયા, ઉ.વ. 21, રાઘે કૃષ્ણ સોસાયટી, સરથાણા જકાતનાકા
 • ખુશાલી કિરીટ કોઠળીયા, ઉ.વ. 17, નવકારા પેલેસ, કઠોદરા રોડ
 • રૂદ્ર ઇશ્વરભાઈ ડોંડા, ઉ.વ. 18, અનમોલ હાઇટ્સ, ઉતરાણ
 • મીત દિલીપ સંઘાણી, ઉ.વ. 17, હરેકૃષ્ણ સોસાયટી, નાના વરાછા
 • ઇશા કાંતિ કાકડીયા, ઉ.વ. 15, શાંતિવન સોસાયટી, સરથાણા જકાતનાકા
 • હસ્તી હિતેશ સુરાણી, ઉ.વ. 18, મણીનગર સોસાયટી, સિમાડાનાકા, સરથાણા
 • જ્હાનવી ચતુર વસોયા ઉ.વ. 17, સંકલ્પ રેસિડેન્સી, સરથાણા
 • અંશ મનસુખ ઠુમ્મર, ઉ.વ. 18, બટુક ભૈરવ એપાર્ટમેન્ટ, એ.કે રોડ
 • જ્હાનવી મહેશ વેકરિયા, ઉ.વ. 17, શ્રદ્ધા રો હાઉસ, સરથાણા જકાતનાકા
 • રૂમી રમેશ બલર, ઉ.વ. 17, વેરોના રેસિડેન્સી, વ્રજચોક, સરથાણા
 • વંશવી જયેશ કાનાણી, ઉ.વ. 18, કાળીદાસ નગર, એલ.એચ.રોડ, વરાછા
 • કૃતિ નિલેશ દયાળા, ઉ.વ. 17, ક્રિષ્ના પાર્ક એપાર્ટમેન્ટ સુદામા ચોક, મોટા વરાછા
 • દ્રષ્ટિ વીનુ ખુંટ, ઉ.વ. 18, નીલકંઠ હાઇટ્સ સરથાણા જકાતનાકા
 • ઋતુ સંજય સાકરીયા, ઉ.વ. 19, સર્વોદય કોમ્પલેક્ષ, ત્રિકમનગર , વરાછા
 • યશવી દિનેશ કેવડિયા, ઉ.વ. 17, સ્વાતિ સોસાયટી, ચીકુવાડી, નાના વરાછા
 • નિસર્ગ પરેશ કાતરોડીયા, ઉ.વ. 17, ઋષિકેશ ટાઉનશિપ, સરથાણા જકાતનાકા
 • ગ્રીષ્મા જયસુખ ગજેરા, ઉ.વ. 22, સરદાર પેલેસ, સરદાર માર્કેટ પાસે, કડોદરા રોડ
 • માનસી પ્રવિણ વરસાણી, ઉ.વ. 17, પ્રમુખ છાયા સોસાયટી, યોગીચોક, સરથાણા
 • હેપ્પી દિપક પાંચાણી, ઉ.વ. 16, ગૌરવ પાર્ક સોસાયટી , સિમાડા નાકા, વરાછા
 • કર્ણવી વિનય સીતાપરા, ઉ.વ. 2.5, સરદાર પેલેસ , સરદાર માર્કેટ પાસે, કડોદરા રોડ
 • ધ્રુવી સંજય રાબડિયા, ઉ.વ. 20, શિવાંતા પેલેસ , મેઘમલ્હાર પાસે, સરથાણા