તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Municipal Commissioner Visits Community run Corona Vaccination Center, Inspects Health Centers Where Transition Is High

સંક્રમણ:સુરત પાલિકા કમિશનરે સમાજ દ્વારા ચાલતા કોરોના રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી, સંક્રમણ વધુ છે ત્યાંના હેલ્થ સેન્ટરનું નિરીક્ષણ કરાયું

સુરત6 મહિનો પહેલા
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ અડાજણ ખાતે આવેલ મોઢવણિક સમાજની વાડીમાં ચાલુ કોરોના રસી સેન્ટરની પણ મુલાકાત લીધી.
  • રેલવે, બસ, એરપોર્ટ, ટેક્ષટાઈલ, ડાયમંડ હાઉસ, માર્કેટોમાં સેન્ટરો વધારી ટેસ્ટિંગ વધારાયું

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણની કામગીરી પણ ચાલુ છે. ત્યારે સુરત પાલિકા કમિશનર દ્વારા સમાજ અને અલગ અલગ હેલ્થ સેન્ટર પર ચાલતી રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સાથે જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે ત્યાંના હેલ્થ સેન્ટરોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સ્કૂલો અને કોલેજોમાં પણ કોરોનાના કેસ વધ્યા
આજે બપોર સુધીમાં 100થી વધુ કેસ નોંધાયા છે. હજુ પણ સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 18 દર્દીઓ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. બીજી તરફ છેલ્લા દોઢ મહિનામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ પણ દોઢ ગણો વધી ગયો છે. જ્યારે રેપિડ ટેસ્ટમાં આ દર ત્રણ ગણો છે. સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆરના જે ટેસ્ટ કરવામાં આવે છે તે મુજબ જાન્યુઆરીમાં પોઝિટિવિટી રેટ 4.5 ટકા હતો, જ્યારે હાલમાં આ દર 11.5 ટકા થઇ ગયો છે. તે જ રીતે રેપિડ ટેસ્ટ 0.5 ટકા હતો જે વધીને 1.9 ટકા થઇ ગયો છે. બીજી તરફ સ્કૂલો અને કોલેજોમાં પણ કોરોનાના કેસ વધી ગયા છે.

પાલિકા કમિશનરે કોરોના રસી મૂકાવવા માટે આવેલા લોકોના ખબર અંતર પૂછ્યા.
પાલિકા કમિશનરે કોરોના રસી મૂકાવવા માટે આવેલા લોકોના ખબર અંતર પૂછ્યા.

વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારની મુલાકાત
ગત રોજથી પાલિકા કમિશનર દ્વારા કોરોનાની પરિસ્થિતિની લઈને અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે આજે જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે ત્યાંના હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી હતી. પાલ હેલ્થ સેન્ટર પર મુલાકાત બાદ અડાજણ ખાતે આવેલ મોઢવણિક સમાજની વાડીમાં ચાલુ કોરોના રસી સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારમાં પાલિકા કમિશનર મુલાકાત લઈ રહ્યા છે.
વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારમાં પાલિકા કમિશનર મુલાકાત લઈ રહ્યા છે.

ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યાં છે
કમિશનર બંછાનિધિ પાની, આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયક સહિતના અધિકારીઓ જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે. શહેરમાં પ્રવેશતાં બહારના રાજ્યમાંથી આવનારાઓના ટેસ્ટિંગ વધુ સઘન કરાયું છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કોરોના કાબૂ બહાર કેસો નોંધાઇ રહ્યાં છે ત્યાંથી શહેરમાં આવતાં લોકોને લીધે કોરોના વધુ વકરતાં ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયું હતું. રેલવે, બસ, એરપોર્ટ, ટેક્ષટાઈલ, ડાયમંડ હાઉસ, માર્કેટોમાં સેન્ટરો વધારી ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યાં છે.