તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવાની ઘટનામાં સુરત પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કર્યા

સુરત2 મહિનો પહેલા
PIના વિદાય સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.
  • ACP ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે

સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઈના વિદાય સમારંભની પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે.સાથે જ PIને સસ્પેન્ડ કરાયા છે. સાથે જએસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે.બાદમાં એપેડેમિક એક્ટ હેઠળ ગુનો પણ નોંધાશે.

ઇકો સેલમાં બદલી થતા વિદાય સમારંભ યોજ્યો
કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ સરકારના નિતી નિયમોના લીરે લીરા ઉડાવી દીધા હતા. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં.બદલી કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી હતી.

એસીપી ડી-ડિવિઝન અધિકારીને તપાસ સોંપવામાં આવી
ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલ રાતે સિંગણપોર પીઆઇની બદલી થતા તેમના સ્ટાફના માણસો દ્વારા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં અમારા પોલીસ ચોકીના માણસો પણ હાજર હતા. તેમજ ચોકી બનાવવા માટે જેમણે આર્થિક મદદ કરી છે એવા દાતાઓ પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. એસીપી ડી-ડિવિઝન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી
પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

ડિનરમાં પણ મેળાવડો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
ડિનરમાં પણ મેળાવડો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

સોશિયલ ડિસ્ટન્સ વિના સ્વાદીષ્ટ વાનગીઓની મજા માણી
એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી રહ્યા છે.

કુમકુમ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજાયો હતો.
કુમકુમ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજાયો હતો.

પોલીસ અને નેતાઓને બધી છૂટ સામાન્ય માણસને નહીં
સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવનારા પાસે આ પ્રકારની વર્તનની સ્વભાવિક રીતે જ કોઈ અપેક્ષા રાખતું નથી. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા લેવા જોઈએ. જેથી કરીને સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે.

વીડિયો વાઇરલ થયા બાદ ફાર્મ હાઉસમાંથી તમામ વસ્તુઓ ખસેડી લેવામાં આવી.
વીડિયો વાઇરલ થયા બાદ ફાર્મ હાઉસમાંથી તમામ વસ્તુઓ ખસેડી લેવામાં આવી.

પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ સામે કાર્યવાહીમાં વિલંબ
અત્યાર સુધી સામાન્ય કિસ્સામાં એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ સામે કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન કર્યા બાદ પણ કોઇ પગલા લેવાયા નથી. કદાચ આ કિસ્સામાં પણ ભીનુ સંકેલી લેવાશે એવું લાગે છે.