બોધપાઠ:અમદાવાદની આગથી સુરતની તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તપાસના આદેશ પાલિકા કમિશનરે આપ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડનો એક જવાન તૈનાત કરાશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરતની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડનો એક જવાન તૈનાત કરાશે(ફાઈલ તસવીર)
  • 42 હોસ્પિટલમાં તાત્કાલિક ફાયર સેફ્ટી ચેક કરાશે
  • હોસ્પિટલમાં ફાયર બ્રિગેડના જવાનને તૈનાત કરાશે

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં 8 દર્દીના મોત બાદ સુરત પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા કોવિડ-19ની સારવાર આપતી તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું છે કે, તમામ હોસ્પિટલમાં તાત્કાલિક ચેક કરવામાં આવશે.

42 હોસ્પિટલમાં ચેકીંગ કરાશે
સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવતાં જ ફાયરબ્રિગેડ હરકતમાં આવ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા શહેરની કોવિડ-19 ડેઝિગ્નેટેડ 42 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. શહેરની 42 હોસ્પિટલમાં કોરોના દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. શહેરમાં કુલ 8 હજારથી વધુ કોવિડ-19ના બેડની સુવિધા કરવામાં આવી છે.

દરેક હોસ્પિટલમાં ફાયરના જવાન મુકાશે
અમદાવાદની આગની દુર્ઘટનાથી અગમચેતીના ભાગરૂપે શહેરની કોવિડ-19 તમામ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ દ્વારા એક જવાન તૈનાત કરવામાં આવશે. આગ કે અન્ય દુર્ઘટના વખતે આ જવાન દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે.