તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની બદલી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા બાદ હવે તેમને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે. આ બાબતે સી.આર.પાટીલે આજના એક કાર્યક્રમમાં કહ્યું કે, તેમને કામનો ખૂબ સારો અનુભવ છે.અમદાવાદ કમિશનર તરીકે પણ સારું કામ કરી શકશે.
અમદાવાદ કમિશનર બની શકે
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે તેમની બદલી કરવામાં આવી છે. જે રીતે બંધાનીથી પાણીએ સુરત શહેરમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનનું આયોજન કર્યું છે, તેને કારણે ગમે તેટલો વરસાદ પડે તો એ ગણતરીની મિનિટોમાં પાણીનો ભરાવો દૂર થઈ જાય છે. વરસાદમાં અલગ-અલગ ઝોનમાં રસ્તા તૂટી ગયાની ફરિયાદ મળી રહી હતી, તેને પણ માત્ર ત્રણ જ દિવસમાં તમામ રસ્તાનો રીપેરીંગ કાર્ય પૂર્ણ કરી દેવા જેવી તેમણે સફળ કામગીરી કરી છે. બંછાનિધિ પાનીને અમદાવાદના કમિશનર તરીકે કામ કરવાની તક મળે તો ત્યાં પણ તે સારી કામગીરી કરી શકે છે. રમુજમાં તેમણે કહ્યું કે, હજુ ઓર્ડર થયો નથી પણ અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.
બંછાનિધિ પાનીની વિદાય
સુરત કમિશનર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી બંછાનિધિપાણીને રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ બીજે દિવસે તેમને વડોદરા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અનેક અટકળો પણ મ્યુનિસિપલ કમિશનરની બદલીને લઈને થઈ રહી હતી કે, સારી કામગીરી હોવા છતાં પણ ડી ગ્રેડ કરવામાં આવ્યા છે. પરંતુ, આજે સી.આર .પાટીલે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે બંછાનિધિ પાની ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના સંઘર્ષમાં ઉતર્યા નથી. તેમણે ખૂબ જ સારી કામગીરી સુરતના વિકાસ માટે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.