તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:પાણી અને રંગો વિના ધુળેટી ઉજવવા કમિશનરની વેપારીઓને અપીલ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેન્ટ્રલ, બમરોલી અને ભેસ્તાનમાં 3 સામે કેસ

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ જેમને ક્વોરેનટાઈન કરવામાં આવ્યા હતા. તે વ્યક્તિઓ ક્વોરેનટાઈન સમય પૂર્ણ થયા પહેલા ઘરમાંથી બહાર નીકળતા એફઆઇઆરની કાર્યવાહી પાલિકા દ્વારા કરાઇ છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 1, ભેસ્તાન અને બમરોલીમાં 1 મળીને કુલ ત્રણ વ્યક્તિઓ સામે એફઆઇઆર કરવામાં આવી છે અને આગામી સમયમાં જો કોઈ પણ વ્યક્તિ ક્વોરેનટાઈન સમયનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરાશે.

હીરા યુનિટ ચાલુ રાખવા આવેદનપત્ર અપાયું
શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતો હોવાથી તંત્ર દ્વારા સપ્તાહમાં બે દિવસ રવિ-સોમ હીરાઉદ્યોગમાં રજા રાખવા માટેનું ફરમાન જારી કરાતાં રત્નકલાકારો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ હોવાનું જણાવતા રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ બાલુભાઈ વેકરીયાએ મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને હોદ્દેદારોને આવેદનપત્ર આપ્યું હતું. હીરા યુનિટોમાં તમામ નિયમોના પાલન પણ કરવામાં આવતું હોવાથી કારખાના ચાલુ રાખો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો