તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયાસ:પર્યાવરણ બચાવવા માંડવી હાઈસ્કૂલના ચિત્રકામ શિક્ષકનું માટીના ગણેશજીની પ્રતિમા નિર્માણ કરવાનું સરાહનીય કાર્ય

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી હાઈસ્કૂલના શિક્ષક શ્રીજીની માટીની પ્રતિમા બનાવી રહ્યાં છે. - Divya Bhaskar
માંડવી હાઈસ્કૂલના શિક્ષક શ્રીજીની માટીની પ્રતિમા બનાવી રહ્યાં છે.
  • ગણેશજીની આરાધના ભાવ સાથે પર્યાવરણની જાળવણીનો પણ ઉમદા ભાવ

ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ન સામે સૌ ચિંતાતુર બન્યા છે, અને અનેક દેશો અનેક સંગઠનો ગ્લોબલ વોર્મિંગથી બચવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના ચિત્રકામ શિક્ષક ધર્મેશભાઈ શિરોહિયા દ્વારા રામાયણકાળના સેતુબંધના નિર્માણમાં ખિસકોલીની ભૂમિકાની માફક ઘણા સમયથી માટીના ગણેશજીના નિર્માણ દ્વારા પર્યાવરણને બચાવવાનો નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

માટીના જ ગણેશ સ્થાપનાની પ્રતિજ્ઞા સાથે ધર્મેશભાઈ પ્રોત્સાહિત પણ કરી રહ્યાં છે
ધી માંડવી હાઈસ્કૂલ માંડવીમાં ચિત્રકામ શિક્ષક તરીકે ફરજ બજાવતાં ધર્મેશભાઈ શિરોહિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી માટીની નાની કદની ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી માટીની પ્રતમાઓનું નિર્માણ કરી રહ્યાં છે. ધર્મેશભાઈની કલાશક્તિને પણ નિહાળવા લોકો ઉમટી રહ્યાં છે. ધર્મેશભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે ગણેશભક્તિ માટે સંયુક્ત સાંપ્રત સમયમાં જરૂરી પર્યાવરણની જાળવણી માટે યથાયોગ્ય પ્રયાસો છે. આવક માટે નહીં પણ આરાધનાનું કર્મ છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ માટીના ગણેશ નિર્માણના કર્યોની સરાહના કરવામાં આવી રહ્યાં છે અને માટીના જ ગણેશ સ્થાપનાની પ્રતિજ્ઞા સાથે ધર્મેશભાઈને પ્રોત્સાહિત પણ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...