આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ સધન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોમ્બિંગની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે. આજે વરાછા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તહેવારોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી
સુરતમાં પોલીસ ગુનાખોરી ડામવા સતત પ્રયત્નો કરી રહી છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ આ કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
વરાછા પોલીસની ટrમ સાથે પીઆઇ એસીપી અને ઝોન વનના ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા બાઇક પર કોમ્બિંગ હાથ ધરાયું હતું અને વરાછા વિસ્તારમાં આવેલ એકે રોડ રેલવે ટ્રેક પાસે આવેલ વિસ્તાર જે સંવેદનશીલ વિસ્તાર કહી શકાય તેવી જગ્યાઓ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતુંં. સાથે સાથે ગેર પ્રવૃત્તિ ચાલતી હોય તેવી જગ્યાઓ પણ તપાસવામાં આવી હતી સાથે સાથે રીઢા ગુનેગારોને પણ ચકાસવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.