સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. પી.આઈ. સહિત 35થી વધુ પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. તેમજ પ્રિઝન વાહન દ્વારા ચોકબજાર પોલીસ મથકની હદમાં આવતા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિગની કાર્યવાહી દરમ્યાન પોલીસે 95 ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં અસામાજિક તત્વો સામે લાલઆંખ
સુરત શહેરમાં શાંતિના ભાગરૂપે ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતા એમ.સી.આર ધારકો તથા હિસ્ટ્રી સિટર, લીસ્ટેડ બુટલેગરો તથા માથાભારે ઈસમો, તડીપાર થયેલા ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા તથા આવા અસામાજિક તત્વો અને વારંવાર ગુનો કરવાની ટેવ વાળા ઈસમોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ચોક બજાર પોલીસ દ્વારા ચોક બજાર પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે એક પીઆઈ, ત્રણ પીએસઆઇ અને 35 થી વધુ પોલીસ કર્મીઓ અને પ્રિઝન વાહન સાથે કોમ્બીગની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૯૫ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુનાખોરીની પ્રવૃત્તિ પર પોલીસની લગામ રાખવા કોમ્બિંગ
પોલીસે જણાવ્યું હતું કે, આ કોમ્બીગનો હેતુ માથાભારે ઈસમો તથા વારંવાર મારામારી તથા મોબાઈલ, ચેઈન ચોરી તથા વાહન ચોરી વિગેરે ગુનાઓને અટકાવવા અને દારૂ જુગારની પ્રવુતિને નેસ્ત નાબુદ કરવા સારું તેમજ જાહેર જનતાની સલમાતી પૂરી પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓ નિર્ભય તથા મુક્ત પણે હરી ફરી શકે તથા રહી શકે તે માટે કોમ્બિંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.