• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Colorful Demolition Of Sriji's Idols Begins In Surat, Idols Dismantled At Hazira Jetty Including Kutrim Lake Amid Tight Police Presence

ધામધૂમપૂર્વક વિસર્જન:સુરતમાં શ્રીજીની રંગેસંગે વિદાય, કુત્રિમ તળાવ સહિત હજીરા જેટી ખાતે પ્રતિમાઓનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન

21 દિવસ પહેલા
શ્રીજીની પ્રતિમાનું વહેલી સવારથી જ ભક્તોએ વિસર્જન શરૂ કર્યું.

વહેલી સવારથી જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે. વિશેષ કરીને નાની નાની પ્રતિમાઓને શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં 19 જેટલા કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. હજીરા ખાતે દરિયામાં 5 ફૂટથી વધુની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તમામ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નાની મૂર્તિઓને ઘર આંગણે અને કુત્રિમ તળાવમાં વિસર્જન
દુધાળા દેવ ગણપતિની દસ દિવસ સુધી પૂજન અર્ચના આસ્થાપૂર્વક કર્યા બાદ હવે બાપાને વિદાય આપવાનો દિવસ આવી ગયો છે. શ્રદ્ધા ભાવપૂર્વક સ્થાપના કર્યા બાદ આજે એટલા જ ઉત્સાહભેર શ્રીજીને વિદાય પણ સુરતમાં આપવામાં આવી હતી. કેટલીક સોસાયટીઓમાં માટેની મૂર્તિઓને ઘર આંગણે જ વિસર્જિત કરાઇ હતી તો કેટલીક પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં લઈ જઈને વિસર્જિત કરવામાં આવી હતી.

બાર વાગ્યા બાદ હજીરા જેટી ખાતે વિસર્જન પ્રક્રિયા શરૂ
તાપી નદીમાં વિસર્જન કરવાને લઈને પર્યાવરણનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો. કેમિકલ યુક્ત કલર અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગને કારણે તાપી નદીમાં વિસર્જન કરવાનું નિષેધ કરાતા છેલ્લા કેટલાક વર્ષોથી હજીરા જેટી ખાતે ખૂબ મોટા પાયે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જેથી ખાતે મોટી ટ્રેનની મદદથી વિશાળ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...