એજ્યુકેશન:ડબલ એન્ટ્રી સિસ્ટમ માટે કોલેજો 30મી સુધી એપ્લિકેશન કરી શકશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી સિસ્ટમથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર જાન્યુ.થી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ડબલ એન્ટ્રી સિસ્ટમ દાખલ કરી છે. તેવામાં જ આ સિસ્ટમમાં જોડાનારી કોલેજોએ 30 નવેમ્બર સુધીમાં એપ્લિકેશન કરવાની રહેશે. અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ન જાય તે માટે સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચિયાએ ડબલ એન્ટ્રી સિસ્ટમ દાખલ કરવા માટે કુલપતિ ડો. કે. એન. ચાવડાને રજૂઆત કરી હતી. તે પછી યુનિવર્સિટીએ ડબલ એન્ટ્રી સિસ્ટમ દાખલ કરી છે. ડબલ એન્ટ્રી સિસ્ટમનું શૈક્ષણિક કાર્ય જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

રેગ્યુલર કરતા ડબલ એન્ટ્રી સિસ્ટમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું એક સેમેસ્ટર મોડું ચાલશે તેમજ આની પરીક્ષા અને પરિણામ પણ અલગ જ રહેશે. દરમિયાન સિન્ડિકેટે નિર્ણય કર્યો છે કે ડબલ એન્ટ્રી સિસ્ટમમાં ભાગ લેનારી કોલેજોએ અગામી 30 નવેમ્બર સુધીમાં એપ્લિકેશન કરવાની રહેશે. એ પછી યુનિવર્સિટી એલઆઇસી એટલે કે લોકલ ઇન્કવાયરી કમિટીની નિમણૂક કરશે અને તે કમિટીને કોલેજોમાં ઇન્સ્પેક્શન માટે મોકલશે.

આ કમિટીના રિપોર્ટ આધાર પર યુનિવર્સિર્ટી જે તે કોલેજોને ડબલ એન્ટ્રી સિસ્ટમમાં દાખલ કરશે. અહીં વાત એવી છે કે સિન્ડિકેટે કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના અંડરની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટના રેગ્યુલર તથા એક્સર્ટનલ કોર્સોમાં ડબલ એન્ટ્રી સિસ્ટમ દાખલ કરી છે. ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના રેગ્યુલર કોર્સોમાં પણ દાખલ કરી છે.

નવા સત્રમાં જોડાનારી નવી કોલેજોએ 30મી સુધી લેઈટ ફી વિના અરજી કરવાની રહેશે
યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષમાં જોડાનારી નવી કોલેજો કે પછી કાર્યરત કોલેજોના ક્લાસ વધારા માટે અગામી 30 નવેમ્બર સુધી લેઇટ ફી વિના અરજી કરી શકાશે. કુલપતિ ડો. કે. એન. ચાવડાએ કહ્યુંું કે કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી કામ પેન્ડિંગ રહ્યું હતું. જેને હાલમાં જ પૂર્ણ કરાયું છે. આમ તો કોલેજોના જોડાણની કાર્યવાહી શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ સપ્ટેમ્બરમાં પૂર્ણ થતી હોય છે. પણ આ વખતે શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ 31 માર્ચ, 2022 સુધી કાર્યવાહી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

અન્ય સમાચારો પણ છે...