એજ્યુકેશન:સ્કૂલોની જેમ કોલેજોએ ફીની દરખાસ્ત FRCને કરવાની રહેશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદ યુનિવર્સિટીમાં એફઆરસીની પ્રથમ બેઠક મળી
  • FRC સિન્ડિકેટને ફી વધારો કરવા માટે ભલામણ કરશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફઆરસીની પહેલી બેઠક મળી હતી. જેમાં કુલપતિ ડો. કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે સ્કૂલોની જેમ જ કોલેજોએ પણ પુરાવા સાથે ફીની દરખાસ્ત કરવાની રહેશે. જે પછી એફઆરસી કાગળીયા તપાસી સિન્ડિકેટને ફી વધારવા માટે ભલામણ કરશે. જેની મંજૂરી મળ્યા બાદ જ કોલેજ ફી વધારી શકશે.

છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી કોલેજો ફી વધારો કરવા માટે કુલપતિને લેખિતમાં રજૂઆત કરી રહ્યા હતા. જેને પગલે યુનિવર્સિટીએ એફઆરસી બનાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે, સિન્ડિકેટે ફેકલ્ટી મુજબ એફઆરસી બનાવવા આદેશ કર્યો હતો. જે બન્યા બાદ કુલપતિ ડો. કે. એન. ચાવડાએ શુક્રવારે એફઆરસી સાથે બેઠક કરી હતી. કુલપતિએ એફઆરસીમાં ફી વધારો કરવા માટે કઈ રીતે દરખાસ્ત કરવી અને એફઆરસીએ ક્યા પ્રકારે કાગળીયા તપાસવા જેવી બાબતોની સમજ આપી હતી. કુલપતિ ડો. કે. એન. ચાવડા સ્કૂલની એફઆરસીના પણ સભ્ય છે.

જેથી તેમણે સ્કૂલની એફઆરસી મુજબ જ કોલેજોની એફઆરસીની રચના કરી છે. તે સિસ્ટમથી આખી કોલેજની ફી વધારાની દરખાસ્તના કાગળીયા તપાસાય અને ફી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવા સુધીની તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...