તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિન્ડિકેટ બેઠકનો એજન્ડા:શાળાની જેમ કોલેજોમાં 25% ફી માફીનો નિર્ણય આઠમીએ થશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફી ઘટાડા મામલે ચર્ચા કરાશે

નર્મદ યુનિવર્સિટીમાં અગામી આઠમી ડિસેમ્બરે સિન્ડિકેટની બેઠક મળનારી છે. તેવામાં જ એબીવીપી, એનએસયુઆઇ, સિન્ડિકેટ અને સેનેટ સભ્યોની રજૂઆત બાદ ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇએ સિન્ડિકેટમાં વિદ્યાર્થી હીતના નિર્ણય લેવાય તેવી બાબતો મૂકી છે. જેમાં કોલેજો અને ડિપાર્ટમેન્ટોની 25 ટકા ફી માફ કરવી કે નહીં? તેની પર નિર્ણય લેવાનારો છે.

અહીં વાત એવી છે કે એબીવીપી અને એનએસયુઆઇ બાદ સિન્ડિકેટ સભ્ય કિરણ ઘોઘારી તથા સેનેટ સભ્ય કનુ ભરવાડે ફી ઘટાડાની બાબત સિન્ડિકેટમાં મુકાય તેવી રજૂઆત ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને કરી હતી. તેવામાં જ યુનિવર્સિટીની ફી કમિટીએ પણ એક રિપોર્ટ બનાવીને ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને આપ્યો હતો. જેથી તેમણે તાકિદે તે બાબત સિન્ડિકેટમાં મૂકી હતી. ફી કમિટીના સૂત્ર જણાવે છે કે શાળાની જેમ કોલેજો અને ડિપાર્ટમેન્ટોમાં પણ 25 ટકા ફી માફ કરાય તેવી ભલામણ કરાય છે. જોકે, આ ભલામણ વિદ્યાર્થીઓ અને ખાનગી કોલેજ મંડળ સહિતના સભ્યોને સાંભળીને કરાય છે.

સ્પોર્ટ‌્સ ડિપાર્ટમેન્ટ પણ ઊભું કરાશે
રાજ્ય સરકારની આર્થિક મદદથી યુનિવર્સિટીમાં સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટ ઊભું કરવાની પણ બાબત મુકાય છે. આ મામલે કાર્યવાહી થાય તે માટે ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇએ 8મી ડિસેમ્બરની સિન્ડિકેટમાં તે બાબત મુકી છે.

એમ.આર્કિ.ની મંજૂરી મુદ્દે પણ નિર્ણય
યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્કિટેક્ચરના માટે એમયુઆરપી અને એઆઇસીટીઇની મંજૂરી લેવાની બાબત પણ ઇન્ચાર્જ કુલપતિ દ્વારા સિન્ડિકેટમાં મુકાઈ છે. ઇન્ચાર્જ કુલપતિએ મંજૂરી લેવાની બાબત મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો