હુમલો:સુરતમાં કોલેજના વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંકાયા, દારૂના અડ્ડાની બાતમી આપ્યાની આશંકાએ હુમલો કરાયાની વકી

સુરત3 મહિનો પહેલા
વિદ્યાર્થી પર હુમલો કરનારા 3 શખ્સો CCTVમાં કેદ થયાં હતાં.
  • મોપેડ પર આવેલા 3 હુમલાખોર CCTVમાં કેદ થઈ ગયા

સુરતના વેડ રોડ કતારગામ વિસ્તારમાં આવેલા હરિ ઓમ સોસાયટીઆ ઉભેલા કોલેજીયન યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. દારૂના અડ્ડાની બાતમી આપી હોવાની આશંકાએ હુમલો કરાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.ચપ્પુના ઘા પગ સહિતના શરીરના ભાગે ઝીંકી દેવાતા ઈજાગ્રસ્ત કોલેજીયન યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ ચોક બજાર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ ઈજાગ્રસ્ત કોલેજીયનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાલ ઈજાગ્રસ્ત કોલેજીયનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મોપેડ પર હુમલાખોરો આવ્યા હતા
હરિ ઓમ સોસાયટીમાં ઉભેલા વિપુલ નામના યુવક પર હુમલો થયો હતો. વિપુલ બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. વિપુલના સંબંધી રમીલાબેનએ જણાવ્યું હતું કે, ઘટના મંગળવારની સાંજની છે. મારો ભાણેજ વિપુલ હરીઓમ સોસાયટીમાં ઉભો હતો. ત્યારે અચાનક મોપેડ ઉપર આવેલા ત્રણ જણાએ વિપુલને અહીંયા કેમ ઉભો છે. કહી ગાળો આપી હતી.

યુવક પર અગાઉ પણ હુમલાના પ્રયાસો થયાં હતાં.
યુવક પર અગાઉ પણ હુમલાના પ્રયાસો થયાં હતાં.

અગાઉ પણ હુમલો થયેલો
ગાળા ગાળી બાદ હુમલો કરી ચપ્પુના ઘા વિપુલને મારી દીધા હતા. અગાઉ આજ હુમલાખોરો બે વાર વિપુલ પાછળ હથિયાર લઈને દોડ્યા હોવાનું ઉમેરતા રમાલાબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, દારૂના ધંધા સાથે સંકળાયેલા ભરતના માણસો જેવા કે, સુનિલ સોઢિયા અને બીજા બે અજાણ્યા ઈસમોએ આ હુમલો કર્યો હતો. સોસાયટીમાં CCTV પણ તોડી નાખ્યા હતા. હાલ વિપુલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. બુટલેગરના અડ્ડા પર રેડ પડે એટલે વિપુલ જ પડાવી હોવાના આરોપ પણ લાગ્યા છે.