તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Collector's Declaration Regarding Local Self government By elections In Surat, Arms Ban Imposed In City district For The Purpose Of Peace And Security

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:​​​​​​​સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીને લઈ ક્લેક્ટરનું જાહેરનામું, શાંતિ અને સલામતીના હેતુથી શહેર-જિલ્લામાં હથિયારબંધી લાગૂ કરાઈ

​​​​​​​સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા ક્લેક્ટર ડો. ધવલ પટેલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને હથિયારબંધી અમલી કરી છે. - Divya Bhaskar
જિલ્લા ક્લેક્ટર ડો. ધવલ પટેલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને હથિયારબંધી અમલી કરી છે.
 • પાંચમી માર્ચ સુધી જાહેરનામા અંતર્ગત હથિયારબંધી લાગુ કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી-20121નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલે આગામી તા.05/03/2021 સુધી સુરત જિલ્લામાં (શહેરી વિસ્તાર સહિત)માં એક જાહેરનામું બહાર પાડી હથિયારબંધી લાગુ કરી છે.

હથિયારની હેરફેર પણ કરી શકાશે નહીં
જે મુજબ કોઈ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા,તલવાર, ખંજર, સોટા, ધોકા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઈજા પહોંચાડે તેવા સાધનો સાથે લઈ જવા નહી. આ ઉપરાંત કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓનો ફેકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

મશાલ સાથે રેલી પણ કાઢી શકાશે નહી
શબ, આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં કે તેવા હાવભાવ - ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ-વસ્તુ તૈયાર કરવી નહીં. કોઈ સરઘસમાં સળગતી મશાલ લઈ જવી નહીં. જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા અને વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સરકારી કર્મચારી અને વૃદ્ધોને છૂટછાટ
સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય, તંત્ર દ્વારા અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને અથવા જેને શારીરિક અશક્તિને કારણે લાકડી, લાઠી લઈ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો