તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુ-ટર્ન:સુરત જિલ્લા કલેકટરે વહીવટી કારણોસર બે દિવસ માટે ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રાખવાની પરવાનગી રદ કરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની ફાઈલ તસવીર.
  • ટેક્સટાઈલ માર્કેટ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ખોલવા પરવાનગી આપી હતી

સુરતમાં ટેક્સઈલના જ વિવિધ સંગઠનોની માંગણીને આધારે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કલેકટરે તા. 10 અને 11મેના રોજ સવારે 10થી બપોરે 2 કલાક સુધી ટેકસટાઇલ માર્કેટ શરૂ રાખવા પરવાનગી આપી હતી. જોકે, કલેક્ટર દ્વારા આ પરવાનગી વહીવટી કારણોસર રદ કરી દેવામાં આવી છે.

ટ્રેડ રીલેટેડ કામકાજ માટે માર્કેટ ખોલવા પરવાનગી હતી
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે સવારે સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ચેમ્બર ઓફ કોમર્સને લેખિત પત્ર (ઇ–મેઇલ) દ્વારા પાઠવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સોમવાર, તા. 10મે અને મંગળવાર, તા. 11 મે, 2021ના રોજ સવારે 10થી બપોરે 2 કલાક સુધી સુરતની તમામ ટેકસટાઇલ માર્કેટોને ટ્રેડ રીલેટેડ બાબતોના કામકાજ માટે ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવે છે.

ચર્ચા બાદ પરવાનગી રદ કરવામાં આવી
આ પત્રની એક નકલ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પણ તેઓએ મોકલી હતી, પરંતુ પોલીસ પરવાનગીનો પ્રશ્ન ઉભો થતા ચેમ્બરે વિવિધ સત્તાધિશોને તેની જાણ કરી હતી. જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ટેકસટાઇલ માર્કેટ આવા સંજોગોમાં ખરેખર ખોલવી જોઈએ કે નહીં તે બાબતે અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે વાત કરી હતી અને એક દિવસ માટે હવે માર્કેટ નહીં ખૂલશે તો ચાલશે તેવો અભિપ્રાય અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓએ આપ્યો હતો.

વહીવટી કારણોસર પરવાનગી રદ
અત્રે નોંધનીય છે કે, ટ્રેડર્સ અગ્રણીઓ અને ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે રહીને ચેમ્બરે જે રજૂઆત તા. 7 મે, 2021ના રોજ કરી હતી એના જ અનુસંધાનમાં આજે તા. 10 મે, 2021ના રોજ લેખિત પરવાનગી મળી હતી. ટેક્સઈલના જ વિવિધ સંગઠનો જેવા કે કેટલાક ટ્રેડર્સ એસોસીએશન, યાર્ન મેન્યુફેકચરર્સ એસોસીએશન, યાર્ન ડીલર એસોસીએશન, વિવિંગ એસોસીએશન તથા પ્રોસેસિંગ એસોસીએશનોએ કરેલી માંગણીના સંદર્ભમાં આ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વહીવટી કારણોસર આ લેખિત પરવાનગી રદ કરવામાં આવી છે તેવું જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું છે.