આદેશ:લેન્ડ ગ્રેબિંગના વધુ બે કેસમાં FIR કરવા કલેક્ટરનો આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જુદા જુદા 25 કેસ પર ચર્ચા, હજુ કાર્યવાહી કરાશે

રાજય સરકાર દ્વારા ભુમાફિયા પર કાબુ મેળવવા માટે લાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ િલ્લાના વધુ 2 ભુમાફિયા સામે ફરિયાદ નોંધવા માટે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે.સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ અંગેની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 25 કેસો પર ચર્ચા કરાઈ હતી. જે પૈકી 20 ફરિયાદને દફતરે કરી દેવાઈ હતી. જ્યારે ૩ ફરિયાદ પર નિર્ણય પેન્ડિંગ રખાયો છે. જ્યારે 2 ફરિયાદ પર ચર્ચા વિચારણા બાદ પોલીસ ફરિયાદ નોંધાવાનો આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કર્યાના એક વર્ષમાં જિલ્લામાં 22 જેટલી ફરિયાદોમાં જિલ્લા કલેકટરે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેનો આદેશ આપ્યો છે. જમીન મિલકત સંબંધી વિવાદ હોય અને એક પક્ષે ગેરકાયદેસર કબજો જમાવી લીધો હોય તેવા કેસમાં જિ.કલેકટરને ફરિયાદ કરી શકે છે. જોકે, મોટા ભાગના કેસમાં કોર્ટ કેસ ચાલકો હોય, ત્રાહિત પક્ષ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાઈ હોય અથવા ખોટી રીતે આક્ષેપ કરીને ફરિયાદ કરાઈ હોય તેવા કિસ્સામાં ફરિયાદ દફતરે કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...