કોરોનાની સાઇડઇફેક્ટ:ફેફસાં કડક અને શ્વાસનળી સંકોચાઈ ગઈ હોવાથી શરદી ખાંસી હજુ સુધી પણ જતી નથી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેક્સિન બાદ પણ શરદી-ખાંસી રહેતી હોવાનો તબીબોનો મત

પહેલી, બીજી અને હવે ત્રીજી લહેર પણ જતી રહી છે. કોરોનાના કેસ સિન્ગલ ડિઝિટમાં આવી ગયા છે. પરંતુ એવા અનેક લોકો છે જેઓને કોરોના થયો હોય, અસર થઈ હોય, કોરોના આવીને જતો રહ્યો હોય અને ખબર ન પડી હોય કે વેક્સિન લીધી હોય તેમને ખાંસી-શરદી હજી સતાવી રહી છે. બે-ત્રણ મહિના થવા છતાં ખાસીથી તો બિલકુલ રાહત મળી નથી.

ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો. સમીર ગામી કહે છે કે, આવા કેસ આવે છે જેમને લાંબા સમયથી ખાંસીની તકલીફ હોય. કોટ વિસ્તારમાં ચારે બાજુ ખોદકામના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના લીધે પણ શરદી-ખાંસીના કેસ વધ્યા છે. અસ્થમાની ફરિયાદવાળા દર્દીઓની હાલત વધુ કફોડી બની છે.

શ્વાસનળી સંકોચાતા ઝડપથી થાક લાગે છે, કોરોના થયા બાદ શરદી-ખાંસી જતા ચારથી પાંચ મહિના સુધીનો લાંબો સમય નીકળી જાય છે
પહેલી લહેરના કેટલાંક લોકો અને બીજી લહેરના કેટલાંક દર્દીઓને ખાંસી રહે છે. જેનું કારણ ફેફસાં કડક થવા અને શ્વાસનળી સંકોચાઈ જવુ છે. થોડા મહિના બાદ એટલે કે, ચાર પાંચ મહિનામાં આવા કેસોમાં રાહત મળતી હોય છે. આ પ્રકારના કેસમાં શ્વાસનળી સંકોચાઈ જતી હોવાથી માણસ વધુ ઝડપથી થાકી જાય છે. આ સાથે નળી સંકોચાઈ જવાથી ઘણીવાર શ્વાસ લેતી વખતે પણ ખાંસી થાય છે. જગ્યા સંકોચાઈ જાય છે. જેથી સતત ખાંસી થતી રહી છે. સમયસરની સારવાથી વહેલીતકે સ્વસ્થ થઈ જવાય છે. > ડો. સમીર ગામી, ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ

માસ્ક હજી ઉપયોગી
શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસ ઓછા થયા રહ્યા છે પરંતુ હજુ પણ જેમને ખાસી અને શરદી રહેતી હોય તેઓ માટે માસ્ક હજી ઉપયોગી છે. ધૂળ ઉડતી હોય ત્યારે તો ખાસ પહેરવું જોઇએ. ’> ડો. ચિરાગ છટવાણી, ઇન્ફેક્શન ડિસિઝ સ્પેશ્યાલિસ્ટ