તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:શહેરમાં સૂસવાટાં સાથે શીત લહેર પ્રસરી, પારો 19.2 ડિગ્રી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસમાં પારો 16થી 18 ડિગ્રી સુધી જઈ શકે

ગુરુવારે મોડીરાતથી શહેરમાં સૂસવાટા મારતા ઠંડા પવનો શરૂ થયા હતા. જેને લઇ ઠંડીથી બચવા માટે લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. વાતાવરણમાં શીત લહેર પ્રસરી જતા રાત્રિના તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર-પૂર્વિય પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. હાલમાં રાતે ઠંડક અને દિવસે ગરમીનો અનુભવ થતાં એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું હતું. નોર્થ ઇસ્ટ દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. ઉત્તર-પૂર્વ દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. વહેલી સવારે ઠંડક શરૂ થતાં બાગ-બગીચાઓ સાથે જાહેર રોડ પર લોકો મોર્નિંગ વોક અને કસરત કરતાં નજરે ચઢી રહ્યા છે. આગામી દિવસમાં હજુ ઠંડીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં પણ તબક્કાવાર ઘટાડો જોવા મળશે. નવેમ્બર માસના અંત સુધીમાં ઠંડીનો પારો 16થી 18 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો