તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડવેવ:આજથી કડકડતી ઠંડી , 10 કિમી ઝડપના પવન ફૂંકાયા, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરના ફૂંકાતા પવનની ગતિ વધતાં ઠંડીનો ચમકારો જોવા મળશે. - Divya Bhaskar
ઉત્તરના ફૂંકાતા પવનની ગતિ વધતાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે મેદાની વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે. રવિવારે મોડીસાંજથી શહેરમાં પવનની ગતિ વધી જતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. શહેરમાં 10 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાયા હતા. જેથી આગામી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો પારો 4થી 6 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે.

ભારતીય મૌસમ વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેની અસર ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. રવિવારે લઘુત્તમ તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો વધારો સાથે 19.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 3.6 ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે 28.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 81 ટકા અને સાંજે 41 ટકા રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો