શિયાળાએ જોર પકડ્યું:સુરતમાં ફરી ઠંડીનો પારો ગગડયો, ઘુમ્મસથી વહેલી સવારે હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો

સુરત5 મહિનો પહેલા
વહેલી સવારે આખું શહેરે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા
  • ઘુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી

ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં સુરતના વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. ઠંડીનો ચમકારો સતત વધતો હોય તેવી સ્થિતી સુરતમાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારે આખું શહેરે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં. શહેર આખું હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું. સુરતમાં મોડી રાતથી જ વાતાવરણમાં ખૂબ જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો અને અંદાજે સવારે 8 વાગ્યા સુધી ધુમ્મસ જોવા મળ્યું હતું.

શહેર આખું હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું
શહેર આખું હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું

વિઝિબિલિટી ઘટી ગઈ
સુરત શહેર સહિત જિલ્લામાં પણ આ જ પ્રકારે ધુમ્મસિયા વાતાવરણનો અનુભવ થયો હતો. ઓલપાડ, બારડોલી, પલસાણા અને તાપી જિલ્લામાં પણ ધુમ્મસનું વાતાવરણ સવારથી જોવા મળ્યું હતું. રસ્તા ઉપર ધુમ્મસ એટલા હતું કે, વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી થતા વાહન ધીરે હંકારવાની ફરજ પડી હતી.. ગરમ વસ્ત્રો પહેર્યા વગર બહાર નીકળવું ખૂબ મુશ્કેલ જણાતું હતું.

વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ
વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ

હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા
સામાન્ય રીતે ગિરિમાળામાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે તેવા જ દ્રશ્યો સુરત શહેરમાં પણ જોવા મળ્યા હતા. હિલ સ્ટેશનની માફક ચારે તરફ ધુમ્મસનો નજારો ખુબ જ આકર્ષક લાગતો હતો. જોકે ઠંડીના ચમકારા વચ્ચે પણ વાતાવરણ ખુબ જ આહલાદક લાગતું હતું. સુરતીઓ હિલ સ્ટેશનનો અનુભવ કરી રહ્યા છે. સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકો પણ ધુમ્મસનો અનુભવ કરી રહ્યા હતા. સુરત શહેરમાં સતત ઠંડીનો પારો નીચે જતા આજે દિવસભર સુરતીઓ ઠંડીનો અનુભવ કરશે તેવું લાગે છે.