ભાસ્કર એક્સક્લુસિવ:સીએનજીના ભાવ વધતાં સીએનજી કીટ ફિટ કરાવનાર 50 ટકા ઘટ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CNGના ભાવ વધતા જુની પેટ્રોલ કારની જગ્યાએ હવે ડીઝલ કારની માંગ વધી

પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ સીએનજીના ભાવમાં પણ થોડાં થોડાં દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. સીએનજીના ભાવ પેટ્રોલ નજીક પહોંચી રહ્યા છે જેના કારણે હવે કારમાં સીએનજી ફિટ કરાવનારની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડિઝલ કરતાં સસ્તુ પડે તે માટે લોકો કારમાં સીએનજી કિટ ફિટ કરાવી રહ્યા હતાં. અમુક લોકો કંપની ફિટેડ સીએનજી કારની કારની ખરીદી કરી રહ્યા હતાં. બે વર્ષ પહેલા એક કિલો સીએનજીનો ભાવ 52 રૂપિયા હતો જે વધીને હાલ 82.16 રૂપિયા થઈ ગયો છે. 2021થી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં 8 વખત વધારો થયો છે.

જેના કારણે લોકો કારમાં સીએનજી કિટ ફિટ કરાવાવનું ટાળી રહ્યાં છે. હવે બીજી તરફ લોકોને સીએનજી કાર ફિટ કરવાનું પણ મોંઘુ પડી રહ્યું છે. કંપની ફિટેડ સીએનજી કાર લોકો ખરીદી કરે તો એક લાખ રૂપિયા વધારે આપવા પડે છે. જ્યારે બહારથી સીએનજી ફિટ કરાવે તો 55 હજારથી 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

દોઢ વર્ષ પહેલા સીએનજી કિટ 40થી 50 હજાર રૂપિયા સુધીમાં આવતી હતી જે હાલ 55થી 70 હજાર રૂપિયામાં આવી રહી છે. એક તરફ સીએનજીના ભાવ અને બીજી તરફ સીએનજી કિટના ભાવમાં વધારો થવાને કારણે સીએનજી કિટ ફિટ કરાવનારની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં પહેલા રોજની 70 જેટલી કારમાં સીએનજી કિટ ફિટ કરવામાં આવી હતી જે હવે 35 કારમાં જ ફિટ થઈ રહી છે.

સીએનજીની સાથે સાથે કીટના ભાવમાં પણ વધારો
છેલ્લાં 2 વર્ષથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે લોકો જુની પેટ્રોલ કારની ખરીદી કરીને સીએનજી કિટ ફિટ કરાવી રહ્યા હતાં. જેથી જુની સીએનજી કારના ભાવ સતત વધ રહ્યા હતાં. પરંતુ સીએનજીના ભાવમાં વધારો થવાને કારણે હવે જુની પેટ્રોલ કારની જગ્યાએ જુની ડિઝલ કારની માંગ વધી રહી છે.

4 માસમાં વધારાથી અસર થઇ છે
‘પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા હતાં તેના કારણે લોકો કારમાં સીએનજી કાર ફિટ કરાવવાની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લાં 4 મહિનાથી સીએનજીના ભાવમાં થોડાં થોડાં દિવસે ભાવ વધારો થવાને કારણે સીએનજીના ભાવ પેટ્રોલ નજીક પહોંચી ગયા છે. જેના કારણે સીએનજી કિટ ફિટ કરાવનારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.’ - સંજય પટેલ, સીએનજી ફિટ કરવાની એજન્સી ચલાવતા

અન્ય સમાચારો પણ છે...