દુર્ઘટના ટળી:સુરતના વડોદ ગામમાં વાનમાં CNG ભરાવ્યા બાદ પેટ્રોલ ભરાવી પંપ બહાર નીકળતા આગ લાગી, ચાલકનો બચાવ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ફાયરના જવાનો સમયસર દોડી આવતા વાનની આગ કાબૂમાં આવી ગઈ

પાંડેસરા વડોદ ગામ નજીક એક મારુતિ વાનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ચાર દિવસથી બંધ હાલતમાં પડેલી કાર CNG હોવાનું બહાર આવ્યું હતું. કાર માલિક ઇન્દ્રવદન શાહ એ જણાવ્યું હતું કે CNG ભરાવ્યાં બાદ પેટ્રોલ ભરાવીને પંપ બહાર નીકળતા જ શોર્ટસર્કિટ થયો હતો. ઉંદરડાએ વાઈરીંગ કતરી નાખ્યું હોય એમ લાગે છે.

પંપ બહાર નીકળતા જ દુઘટના સર્જાય
ઇન્દ્રવદન શાહ (કાર માલિક) એ જણાવ્યું હતું કે, તેઓ અંકલેશ્વરમાં EWS આવાસના પેટા કોન્ટ્રાકટર છે. સવારે અંકલેશ્વર જવા નીકળ્યા હતા. CNG ભરાવ્યાં બાદ પેટ્રોલ ભરાવી પંપ બહાર નીકળતા જ દુઘટના સર્જાય હતી. જોકે ભેસ્તાન ફાયરના જવાનો સમયસર દોડી આવતા આગ કાબૂમાં આવી ગઈ હતી.

મોટી જાનહાનિ ટળી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ આજે સવારે 7:25નો હતો. ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી ગયા હતાં. બર્નિંગ વાન પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.